બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / maruti suzuki next gen to get up to 40km mileage expected price and features

ઓટો ન્યૂઝ / 10 લાખમાં ધાંસૂ ફેમિલી કાર: 40 કિમી માઇલેજ અને જોઈએ એવા ફીચર્સ! બધાના પત્તાં સાફ કરી દેશે મારુતિની આ બે કાર

Bijal Vyas

Last Updated: 05:14 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી(Maruti Suzuki)ઝડપથી બજારમાં પોતાની બે જાણીતી ગાડીઓ Swift અને Dzireના નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે

  • Swift અને Dzireના નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરશે
  • મારુતિ સ્વિફ્ટનું નેક્સ્ટ જનરેશન મૉડલ વર્ષ 2024ના પહેલા છ મહિનામાં રજૂ કરે તેવી શક્યા

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી(Maruti Suzuki)ઝડપથી બજારમાં પોતાની બે જાણીતી ગાડીઓ Swift અને Dzireના નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ બંને ગાડીઓ પોતાના સેગ્મેન્ટમાં પહેલાથી જ ખૂબ જ જાણીતા છે. હવે ખબર આવી રહી છે કે કંપની આ બંને ગાડીઓમાં સ્ટ્રોંગ હાઇબ્રેડ ટેક્નિકનો ઉપયોગ કરશે, જેનાથી તે ખૂબ જ શાનદાર માઇલેજ આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ બંને ગાડીઓને આવતા વર્ષ સુધીમાં બજારમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. 

મારુતિ સ્વિફ્ટનું નેક્સ્ટ જનરેશન મૉડલ વર્ષ 2024ના પહેલા છ મહિનામાં રજૂ કરવામાં આવે તેવી આશા છે. કંપની આ કારમાં 1.2 લિટર મજબૂત હાઇબ્રિડ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. આ એન્જિન, કોડનેમ (Z12E), હાલના K12C એન્જિનની સાથે વેચવામાં આવશે. શક્ય છે કે કંપની આ કારના હાયર વેરિયન્ટ્સમાં નવા હાઇબ્રિડ એન્જિનને સામેલ કરે. ઉલ્લેખનીય છે કે, આ ટેક્નોલોજી મારુતિ સુઝુકી ગ્રેંડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડરમાં જોવા મળી ચૂકી છે.

40 કિમી મળશે માઇલેજ
સુઝુકી અને ટોયોટાના કરાર હેઠળ, બંને ઓટોમેકર્સ તેમના વ્હિકલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી એકબીજા સાથે શેર કરે છે. તેના આધારે ઘણા વાહનો પણ બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમ કે બલેનો-ગ્લાન્ઝા, બ્રેઝા-અર્બન ક્રુઝર, ગ્રાન્ડ વિટારા-હાયરાઈડ વગેરે. ગ્રાન્ડ વિટારા અને હાઇરાઇડ દેશની સૌથી મજબૂત હાઇબ્રિડ ગાડીઓ છે જે 27.97 kmpl સુધીની માઇલેજ આપે છે. માનવામાં આવી રહ્યું છે કેસ સ્વિફ્ટ અને ડિઝાયર પોતાના નાના આકાર અને ઓછા વજનના કારણે 35થી 40 કિમી/ લિટર સુધીનો માઇલેજ આપી શકે છે. જો કે હજી આ વિશે કોઇ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી. 

શું હશે કિંમતઃ
નવા અપડેટ્સ અને ટેક્નોલોજીથી આ બંને ગાડીઓની કિંમતમાં થોડો વધારો જોવા મળી શકે છે, જોકે મારુતિ સુઝુકી હંમેશા તેની કિંમત સારી રાખવાનો પ્રયત્ન કરે છે. માનવામાં આવે છે કે કંપની તેને 7.50 લાખ રૂપિયાની કિંમતમાં રજૂ કરી શકે છે. હાલ મારુતિ સ્વિફ્ટની કિંમત રૂ. 5.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 8.98 લાખ સુધી જાય છે. જ્યારે ડિઝાયરની કિંમત રૂ. 6.44 લાખથી રૂ. 9.31 લાખ સુધીની છે. આ બંને કાર પેટ્રોલ એન્જીન તેમજ CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને માઈલેજના મામલે પહેલાથી જ ઘણી જાણીતી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ