બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / maruti dzire to hyundai aura and tata tigor best cng sedan cars for big family

ઓટો ન્યૂઝ / કિંમત 6.30 લાખ અને 31 કિમીની દમદાર માઇલેજ... ફેમિલી માટે બેસ્ટ છે આ કાર, જુઓ કેવા ફીચર્સ

Manisha Jogi

Last Updated: 02:44 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલ સિવાય CNG કારની પસંદગી કરી રહ્યા છે. મારુતિ સુઝુકી જેવી કંપનીઓએ પોર્ટફોલિયોમાં અનેક CNG કાર શામેલ કરી છે. અહીંયા અમે તમને સેડાન કાર વિશે જણાવી રહ્યા છીએ.

  • હાલના સમયમાં લોકો CNG કારની પસંદગી કરી રહ્યા છે
  • ઓછી કિંમતે વધુ માઈલેજ આપતી CNG કાર
  • ફેમિલી માટે બેસ્ટ છે આ કાર, જુઓ ફીચર્સ

હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલ સિવાય અન્ય ઈંધણ વિકલ્પની પસંદગી કરવાનું વિચારી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં CNG કારની ડિમાન્ડમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. CNG કારથી પ્રદૂષણ ઓછુ થાય છે અને માઈલેજ પણ શાનદાર આપે છે. મારુતિ સુઝુકી જેવી કંપનીઓએ પોર્ટફોલિયોમાં અનેક CNG કાર શામેલ કરી છે. અહીંયા અમે તમને સેડાન કાર વિશે જણાવી રહ્યા છીએ. આ કારની કિંમત ઓછી છે અને વધુ સ્પેસ તથા શાનદાર માઈલેજ આપે છે. 

TATA Tigor- 

  • આ કારની કિંમત 6.30 લાખ રૂપિયાથી 8.90 લાખ રૂપિયા છે. આ કારને વૈશ્વિક સ્તરે NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ આપવામાં આવી છે. કુલ 4 બ્રોડ ટ્રિમમં આવનાર આ કાર 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે કંપની ફિટેડ CNG વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. 
  • આ કારમાં ઓટોમેટિક હેડલાઈટ્સ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, બટન સ્ટાર્ટ/ સ્ટોપ, કીલેસ એન્ટ્રી, ઓટો AC, 7 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 
  • કંપનીએ દાવો કર્યો છે કે, આ કારનું પેટ્રોલ વેરિએન્ટ 19.28 કિલોમીટર અને CNG વેરિએન્ટ 26.49 કિલોમીટર સુધી માઈલેજ આપે છે. આ કારના CNG વેરિએન્ટની કિંમત 7.75 લાખ રૂપિયા છે. 

Hyundai Aura- 

  • આ કારની કિંમત 6.44 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા છે. આ કાર તેના ઈન્ટીરિયર અને ફીચર્સ માટે ફેમસ છે. હ્યુન્ડાઈ ઓરામાં કારમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે કંપની ફિટેડ CNG વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. 
  • હ્યુન્ડાઈ ઓરામાં 8 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 એરબેગ, ક્રૂઝ કંટ્રોલ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, વાયરલેસ ફોન ચાર્જર અને ઓટો ક્લાઈમેટ જેવા કંટ્રોલ ફીચર્સ આપવામાં આવ્યા છે. 
  • આ કારનું પેટ્રોલ વેરિએન્ટ 20 કિલોમીટર/લીટર અને CNG વેરિએન્ટ 27 કિલોમીટર સુધી માઈલેજ આપે છે. આ કારના CNG વેરિએન્ટની કિંમત 8.23 લાખ રૂપિયા છે. 

Maruti Dzire- 

  • આ કારની કિંમત 6.51 લાખ રૂપિયાથી 9.39 લાખ રૂપિયા છે. દેશમાં સૌથી વધુ વેચવામાં આવતી સબ-કોમ્પેક્ટ સેડાન મારુતિ સુઝુકી ડિઝાયર કુલ ચાર ટ્રિમ સાથે CNG વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે.  આ કારમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
  • મારુતિ સુઝુકી ડિઝાયરમાં 7 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક LED હેડલાઈટ્સ, પુશ બટન એન્જિન સ્ટાર્ટ/ સ્ટોપ અને રિઅર વેંટ્સ સાથે ઓટો AC જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 
  • આ કારનું પેટ્રોલ વેરિએન્ટ 22.41 કિલોમીટર/લીટર અને CNG વેરિએન્ટ 31.12 કિલોમીટર સુધી માઈલેજ આપે છે. આ કારના CNG વેરિએન્ટની કિંમત 8.39 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ