બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Margi Effect: Mercury will enter Scorpio at 8:06 am today

બુધ માર્ગી / દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા! આજથી તમામ કષ્ટ થશે દૂર, શાંતિપૂર્ણ જીવન જીવશે આ રાશિના જાતકો

Pooja Khunti

Last Updated: 09:29 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Margi Effect: દરેક ગ્રહ એક નક્કી સમયે ગોચર કરે છે. આજે સવારે 8:06 વાગ્યે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ ત્રણ રાશિનાં જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે.

  • વ્યાપારીઓ માટે આ સમય વિશેષ ફળદાયી
  • વિદેશની અંદર વ્યાપારની સંભાવના
  • શેર બજારની અંદર રોકાણ કરવા માટે આ યોગ્ય સમય 

જ્યોતિષ ગણતરી મુજબ આજે સવારે 8:06 વાગ્યે બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાના છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર કોઈ પણ ગ્રહનું માર્ગી થવું શુભ માનવામાં આવે છે. આ સમયે અમુક રાશિઓનાં જાતકોને લાભ પ્રાપ્ત થાય છે તો કેટલીક રાશિઓનાં જાતકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણો નવા વર્ષમાં કઈ રાશિનાં જાતકોને બુધનો સાથ મળશે. 

તુલા રાશિ 
બુધ માર્ગી થવાથી આ રાશિનાં જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. બુધ, તુલા રાશિનાં લોકોનાં નવમાં અને બારમાં ઘર પર રાજ કરે છે. ઘરે થતાં ઝગડા ઓછા થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. આ રાશિનાં જાતકો સામાજિક રીતે સક્રિય રહેશે. ધન લાભ થશે. પાર્ટનર વચ્ચે પ્રેમ વધશે. 

સિંહ રાશિ 
બુધ આ રાશિનાં બીજા અને અગિયારમાં ઘરનો સ્વામી છે અને હવે તે ચોથા ઘરમાં પ્રત્યક્ષ થઈ રહ્યો છે. વ્યાપારીઓ માટે આ સમય વિશેષ ફળદાયી રહેશે. સુખ-સુવિધા વધશે. વિદેશની અંદર વ્યાપારની સંભાવના. 

વાંચવા જેવું: મેષથી લઇને મીન સુધી... તમામ રાશિના જાતકો માટે નવું વર્ષ કેવું રહેશે? જાણો 2024નું રાશિફળ

કન્યા રાશિ 
બુધ કન્યા રાશિનાં પ્રથમ અને દસમાં ઘર પર શાસન કરે છે. હવે તે વૃશ્ચિક રાશિમાં પ્રત્યક્ષ થશે અને ત્રીજા ઘરને પ્રભાવિત કરશે. આવું થવાથી કન્યા રાશિનાં જાતકોને સકારાત્મક પરિણામ મળશે. નોકરીમાં લાભ થશે. તમારું પ્રમોશન થઈ શકે છે. શેર બજારની અંદર રોકાણ કરવા માટે આ યોગ્ય સમય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ