બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / many pakistani twitter handles commented india is not safe to pat cummins post

ધમકી / સાવધાન! ભારત સુરક્ષિત દેશ નથી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને મળી ધમકી! ભારત પ્રવાસ અગાઉ નાપાક હરકત

Khevna

Last Updated: 03:49 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર પેટ કમિન્સની ભારત આવવાની જાણકારી આપતી પોસ્ટ પર ઘણા પાકિસ્તાની હેંડલ્સ પરથી ભારત સુરક્ષિત નથી એવી કોમેન્ટ્સ આવવા લાગી.

  • સોશિયલ મીડિયા પર પેટ કમિન્સે આપી ભારત આવવાની જાણકારી 
  • પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ પરથી ભારત સુરક્ષિત નથી એવી કમેંટ્સ કરવામાં આવી 
  • ભારતીય ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ 

 

પાકિસ્તાનના ઘણા એવા ટ્વિટર હેંડલ્સ ફરીથી એક્ટિવ થઈ ગયા છે, જે વગર કારણે ભારત પર નિશાનો સાધતા રહે છે અને ભારતને બદનામ કરવાના ષડયંત્રો રચતા રહે છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટી20 સીરિઝની પહેલા પેટ કમિન્સની તસવીર પર આવા એક હેન્ડલથી કોમેન્ટ કરવામાં આવી છે. કમિન્સને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 

કમિન્સે આપી ભારત આવવાની જાણકારી 
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર પેટ કમિન્સે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાંઆ તેમણે જાણકારી આપી હતી કે ભારત સામે ટી20 સીરિઝ માટે રવાના થઈ ગયા છે. કમિન્સે થમ્સ અપનો ઈશારો પણ કર્યો હતો. 

કમિન્સના ટ્વિટ પર રિપ્લાય 
કમિન્સના આ ટ્વિટ પર અમુક ટ્વિટર હેંડલ્સે કારણ વગરનાં રિપ્લાય કરવાનું શરૂ કરી દીધું. એક યુઝર લખે છે કે યાત્રાની દ્રષ્ટિએ ભારત સુરક્ષિત દેશ નથી . જ્યારે એક અન્ય યુઝર લખે છે કે સુરક્ષિત રહેજો ભાઈ. 

લાહોરથી ઓપરેટ થઈ રહ્યા છે આ હેંડલ્સ 
આ વચ્ચે જ્યારે તે યુઝર પર ક્લિક કરીને જાણકારી લેવામાં આવી ત્યારે જાણ થઈ કે તે ટ્વિટર હેન્ડલ પાકિસ્તાનનાં લાહોરથી ઓપરેટ થઈ રહ્યું હતું. સૈયદ મૂર્તઝા હૈદરનાં નામથી એક યુઝરે ખુદને એમબીએ ડિગ્રીવાળો જણાવ્યો હતો અને કોઈ બેન્કનો મેનેજર પણ પોતાના હેન્ડલ પર લખ્યું હતું. 

ભારતીય ફેન્સનો જડબાતોડ જવાબ   
ભારતીય ફેન્સે  એ યુઝરને જડબાતોડ જવાબ આપ્યા, જે પેટ કમિન્સને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઉપરાંત અન્ય યુઝર્સના ટ્વિટ પર પણ રિપ્લાય આપવામાં આવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ