બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Manager of Junagadh Union Bank committed suicide by writing a suicide note

કામનો બોજ / 'બેંકના MD અસંભવ ટાર્ગેટ ન આપે' સ્યુસાઇડ નોટ લખી જૂનાગઢના બેંક મેનેજર બેંક સામે જ લટકી ગયા, ટૉર્ચરની પીડા દર્દનાક

Dinesh

Last Updated: 10:55 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: મેનેજર સિયારામ પ્રસાદે સ્યૂસાઇડ નોટમાં કર્મચારીઓ સહકાર ન આપતા હોવાનો અને એકી સાથે 3 જવાબદારીઓ સોંપાયાને લઇ તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો

  • જૂનાગઢમાં બેંક મેનેજરે કર્યું આપઘાત
  • કામમાં ભારણના કારણે કર્યું આપઘાત
  • ભારે ભરખમ માસિક ટાર્ગેટ ન આપવા સ્યુસાઈડ નોટમાં અપીલ


જૂનાગઢ યુનિયન બેંકના મેનેજરના આપઘાતને લઇ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. કામનું ભારણ, એક સાથે 3 જવાબદારીઓ અને કામમાં મદદરૂપ ન થતા કર્મચારીઓને લઇને બેંક મેનેજર સીયારામ પ્રસાદે આપઘાત કર્યો હતો. બીજી ફેબ્રુઆરીના બેંક મેનેજરે કરેલા આપઘાત બાદ તેમના દ્વારા લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં બેંક દ્વારા ભારે ભરખમ માસિક ટાર્ગેટ ન આપવા બેંકને અપીલ કરી હતી.

બેંક મેનેજરે  જિંદગી ટૂંકાવી
મેનેજર સિયારામ પ્રસાદે સ્યૂસાઇડ નોટમાં આ સાથે કર્મચારીઓ સહકાર ન આપતા હોવાનો અને એકી સાથે 3 જવાબદારીઓ સોંપાયાને લઇ તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બેંક મેનેજરના આપઘાતના સીસીટીવી બહાર આવ્યા બાદ સ્યુસાઇડ નોટને મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે કામના ભારણને લઇ જિંદગી ટૂંકાવનાર બેંક મેનેજર અંગે વીટીવી ન્યૂઝે ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર એસોસિએશનના ચેરમેન જયેશ શાહ સાથે વાત કરી. તેમણે પણ કામના ભારણની આ વાત સ્વીકારી છે બીજી બાજુ યુનિયન બેન્કના રિજનલ મેનેજરે પણ આપઘાત અંગે નિવેદન આપ્યું છે.

વાંચવા જેવું: અમદાવાદ સી પ્લેનના પ્રયોગ પરથી ગુજ. સરકારે શીખ ન લીધી! વધુ 4 જગ્યાઓ પર 'ઉડાવવા'નો પ્લાન

સ્યુસાઇડ નોટમાં શું લખ્યું ?
સિયારામ પ્રસાદે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે,  MD Eco  મેડમ આટલું અસંભિત ટાર્ગેટ ને કામ ન આપો નહીંતર મારી જેમ અન્ય લોકો પણ આ પગલું ભરવા મજબુર બનશે. મારા પરિવારની જવાબદારી તમારી છે જેથી પરિવારને પેન્શન અને પત્ની ને નોકરી આપશો. નિમણુંક પત્રમાં એક વિભાગની કામગીરી લખેલ હતી પણ ત્રણ ત્રણ વિભાગોની જવાબદારી આપી જે પૂરી થઈ શકે તેમ ન હોઈ હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ