બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man died due to pet cat doctors done 15 operations but life was not saved

શૉકિંગ ન્યૂઝ! / પાલતૂ બિલાડીના કારણે જવાનજોધ શખ્સનું મોત, ડૉક્ટર્સે 15-15 ઓપરેશન કર્યા પણ ન બચ્યો જીવ

Arohi

Last Updated: 01:20 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શખ્સને પાલતૂ બિલાડીએ બચકુ ભર્યું. આ ઘટનાને તે ખૂબ જ હલ્કામાં લઈ રહ્યો હતો. પરંતુ જ્યારે બિલાડીએ બચકુ ભર્યુ તેના અમુક જ કલાકો બાદ તેનો હાથ સુજી ગયો જેથી તેણે ડોક્ટરને આ વિશે સલાહ આપી.

  • શખ્સને પાલતૂ બિલાડીએ ભર્યું બચકુ 
  • બચકુ ભર્યા બાદ સુજી ગયો હાથ 
  • ડૉક્ટર પાસે પહોંચ્યો શખ્સ 

પાલતૂ બિલાડીના બચકુ ભરવાથી એક શખ્સનું મોત થઈ ગયું. હકીકતે શખ્સના હાથની એક આંગળી પર બિલાડીએ બચકુ ભરી લીધુ હતું. આ ઘટના 4 વર્ષ બાદ પીડિતનું મોત થઈ ગયું. હકીકતે બીલાડીના કરડવાના કારણે માંસ-ખાતા બેક્ટેરીયાએ તેના લોહીને ઈન્ફેક્ટેડ કરી લીઘુ હતું. 

ક્યાંની છે આ ઘટના? 
આ ઘટના ડેનમાર્કની છે. વર્ષ 2018માં હેનરિક ક્રેગબાઉમ પ્લેટનરે એક બિલાડી અને તેના બચ્ચાને અડોપ્ટ કર્યા હતા. બિલાડીના બચ્ચાને હેન્ડલ કરતી વખતે તેમાંથી એક શખ્સને તેની ઈન્ડેક્સ ફિંગર પર બચકુ ભરી લીધી. શખ્સે બિલાડીના બચકાથી થતા ગંભીર પરિણામો વિશે જાણકારી ન હતી. પરંતુ ઘટના અમુક જ કલાકો બાદ તેના હાથમાં ખૂબ વધારે સોજો આવી ગયો. 

કરવામાં આવ્યા 15 ઓપરેશન 
રિપોર્ટ અનુસાર હેનરિકે આ વાત પર ડોક્ટરે ફોન કર્યો તો તેને બીજા દિવસની અપોઈન્ટમેન્ટ મળી. ઘણી જગ્યાઓ પરથી સલાહ લીધા બાદ ડેનમાર્ક હોસ્પિટલ પહોંચ્યા. હેનરિક એક મહિના સુધી હોસ્પિટલમાં ભરતી રહ્યો. ત્યાર બાદ તેના 15 ઓપરેશન થયા. 

પરંતુ ઓપરેશનના ચાર મહિના બાદ પણ તેની આંગળી સારી રીતે કામ ન હતી કરી રહી. ત્યાર બાદ ડોક્ટરોએ તેને કાપી નાખીને હટાવી દેવાનો નિર્ણય કર્યો. આ બધુ કર્યા છતાં 33 વર્ષના હેનરિકની હેલ્થ ખરાબ થવા લાગી. 

ઈમ્યૂન સિસ્ટમ કમજોર થવા લાગી 
પરંતુ મીડિયા સાથે વાતચીતમાં હેનરિકની માતાએ જણાવ્યું કે હેનરિકની હેલ્થમાં ખૂબ જ ઉતાર-ચઢાવ આવી રહ્યો હતો. તેની ઈમ્યૂન સિસ્ટમ કમજોર થઈ રહી હતી. તેને નિમોનિયા, ગાઉટ અને ડાયાબિટીસ થઈ ગયું. 

હેનરિકના માતા એ જણાવ્યું કે બિલાડીએ તેને નસમાં જ બચકુ ભર્યું હતું. જ્યારે બિલાડીના બચકુ ભર્યા બાદ તેના દાંત બહાર નિકળ્યા તો તોના દાંતનું કાળુ પડી ગયું હતું. જેનાથી શરીરમા બેક્ટેરિયા ફેલાઈ ગયા. 

બિલાડીના બચકુ ભરવાથી Pasteurella multocida નામના  pathogenic bacterium થી Tissue infections થાય છે. અમુક મામલામાં બિલાડીના બચકુ ભરવાથી necrotizing fasciitis નામના એક ખૂબ જ રેયર બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે. આ જીવલેણ સાબિત થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ