બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mamera sister of two brothers was given a unique gift 71 lakhs in cash 41 tolas of gold and a dollar bill

રાજસ્થાન / ભાઈની બેની લાડકી..71 લાખ રોકડા, 41 તોલા સોનું અને ડોલરની ચૂંદડી, એવું મામેરું કે મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ

Kishor

Last Updated: 09:32 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે ભાઈઓએ બહેનને મામેરામાં અનોખી અને જબરી ભેટ આપવામાં આવી છે. જેમાં 71 લાખ રોકડા, 41 તોલા સોનું અને ડોલરની ચૂંદડી બહેનને ભેટમાં આપવામાં આવી છે.

  • રાજસ્થાનમાં ભરાયુ અનોખા મામેરા 
  • બે ભાઈઓએ બહેનને આપી અનોખી ભેટ
  • 71 લાખ રોકડા, 41 તોલા સોનું આપ્યું ભેટમાં

બહેનોના મામેરા ભરવામાં રાજા રજવાડાઓના સમયથી જ નાગોર જિલ્લો ચર્ચામાં રહે છે. ત્યારે આ પંથકના લોકો બહેન માટે કઈ હદ સુધી જય શકે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના રાજોદ ગામની છે કે જ્યાં બે ભાઈઓએ પોતાની બહેનને લગ્નમાં એવી ભેટ આપી કે લોકો પણ જોતા રહી ગયા હતા. લગ્નમાં યોજાયેલી મામેરા પ્રથામાં બહેનને  71 લાખ રોકડા, 41 તોલા સોનું અને ડોલરની ચૂંદડી બહેનને ભેટમાં આપવામાં આવી છે.

શુ છે મામેરા પ્રથા ?

આ રિવાજની વાત કરીએ તો જ્યારે પણ બહેનના બાળકો એટલે કે ભણીયાના લગ્ન હોય છે તે દરમિયાન બહેનના ભાઈ દ્વારા પરિવારને કપડાં, સોના ચાંદીના દાગીના, રોકડ સહિતની વસ્તુ જેવી જેની પહોંચ તે પ્રમાણે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

41 તોલા સોનું અને ડોલરની ચૂંદડી આપી

સમગ્ર મામલે વાત કરી એ તો રાજસ્થાનના રાજોદ ગામમાં રહેતા જાટ સમાજમાંથી આવતા સતીશ ગોદારા અને મુકેશ ગોદરાએ ભાણીયા આકાશના લગ્નમાં મામેરા ભર્યા હતા. જો કે નાગોર જિલ્લામાં એવો રિવાજ છે કે જ્યારે પણ ભાણીયા કે ભાણીના લગ્ન હોય ત્યરે માવતર પક્ષ તરફથી મામેરા લઈને આવવાના હોય છે. ત્યારે સોનેલીમાં ભણીયા આકાશના લગ્નમાં મામા સતીશ અને મુકેશ મામેરા ભરવા માટે પહોંચ્યા હતા. અને બંને મામાએ એવા મામરે ભર્યા કે લોકો જોતા રહી ગયા હતા. આ મામેરાની વાત કરીએ તો બહેન સંતોષને 71 લાખ રોકડ તેની સાથે સાથે 41 તોલા સોનુ, 5 કિલો ચાંદી આપી મામેરાની વિધિ કરી હતી.બને ભાઈઓની વાત કરીએ તો મોટા ભાઈ ઇરાકમાં આવેલી અમેરિકી એમ્બેસીમાં ફરજ બજાવે છે જ્યારે નાના ભાઈ ફૌજમાં ડ્યુટી કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ