વર્તમાન સમયની બદલાતી જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ ખોરાકને કારણે પુરૂષોના આરોગ્ય પર ખરાબ પ્રભાવ પડે છે, ત્યાં સુધી કે તેમની ફર્ટિલિટી પણ ખાસ્સી હદ સુધી પ્રભાવિત થઇ શકે છે.
જો પુરૂષોને નબળાઈ મહેસૂસ થાય તો હોઇ શકે આ બિમારી
પુરૂષો તેના સ્પર્મ કાઉન્ટ વધારવા માટે કરે આ ઉપચાર
આ ફૂડ્સનુ કરો સેવન, મેલ ફર્ટિલિટી સારી થશે
લગ્ન બાદ જો પુરૂષોને નબળાઈ મહેસૂસ થવા લાગે તો તેમને પિતા બનવામાં મુશ્કેલી આવી શકે છે. જેનો સીધો અર્થ છે કે તેમના સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટીમાં ઘટાડો આવી ગયો છે.
સ્પર્મ કાઉન્ટ વધારનારા ફૂડ્સ
જો કોઈ પુરૂષના સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટી સારી ના હોય તો તે બાળક પેદા કરવામાં અસમર્થ થાય છે. એવામાં જરૂરી છે કે પરણીત પુરૂષે તેના ડાયટનું આવશ્ય ધ્યાન રાખવુ જોઈએ. નહીંતર લગ્ન જીવનમાં મુશ્કેલી આવવી સ્વાભાવિક છે. કયા-કયા ફૂડ્સનુ સેવન કરવાથી મેલ ફર્ટીલિટી સારી થશે.
કીવી
પરણીત પુરૂષોને ડેલી ડાયટમાં કીવીને આવશ્ય એડ કરી દેવુ જોઈએ. કારણકે તેનાથી પુષ્કળ માત્રામાં વિટામિન સી પ્રાપ્ત થાય છે. જેનાથી સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટીમાં વધારો થાય છે. વિટામિન સી પ્રાપ્ત કરવા માટે તમે ટામેટા અને બ્રોકોલી પણ ખાઈ શકો છો.
સાલમન માછલી
સાલમન માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે સ્પર્મની ગુણવત્તા અને માત્રા વધારવામાં સહાયક હોય છે. જો તમે શાકાહારી છો, જેના કારણે માછલી ખાઈ શકતા નથી તો તમે અળસી અથવા ચિયા સીડ્સનુ સેવન કરી શકો છો.
લીલા પાંદડાવાળી શાકભાજી
આમ તો લીલા પાંદડાવાળી શાકભાજીને આરોગ્યનો ખજાનો સમજવામાં આવે છે, પરંતુ તેનાથી પુરૂષોની પ્રજનન ક્ષમતા પણ સારી થાય છે. આ શાકભાજીમાં ફોલિક એસિડ, વિટામિન બી9 હોય છે, જે સ્પર્મના કાઉન્ટ વધારે છે. તમે પાલક, બ્રસલ સ્પ્રાઉટ અને એસ્પરૈગસ જેવી વસ્તુઓ ખાશો તો તેના પરિણામ સારા આવી શકે છે.