બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Making friends with social media becomes difficult: In Surat, a prostitute named Pappu calls minor and commits rape

ધરપકડ / સોશ્યલ મીડિયાથી મિત્રતા કરવી ભારે પડી: સુરતમાં પપ્પુ નામના હવસખોરે સગીરાને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ

Vishal Khamar

Last Updated: 05:02 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં સરથાણ વિસ્તારમાં યુવક દ્વારા સગીરનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સગીરા ટેન્શનમાં રહેતી હોઈ પરિવારે સગીરાની પૂછપરછ કરતા સગીરાએ સઘળી હકીકત જણાવી હતી. જે બાદ સગીરાનાં પિતા દ્વારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  • સુરતનાં સરથાણા વિસ્તારમાં યુવકે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
  • ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ
  • સરથાણ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

સુરતનાં સરથાણ વિસ્તારમાં યુવક દ્વારા સગીરા સાથે સોશિયલ મીડિયાનાં માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ આરોપી દ્વારા સગીરા સાથે વાતચીત શરૂ કરી એકબીજાનાં મોબાઈલ નંબરની આપ લે કરી હતી. જે બાદ યુવક ઘરે એકલો હતો. તે દરમ્યાન યુવક દ્વારા યુવતીને ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે બાદ યુવક દ્વારા યુવતીનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેથી સગીરાનાં પિતાએ આ બાબતે સરથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે યુવકનીં ધરપકડ કરી

સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો
સુરતનાં સરથાણ વિસ્તારમાં રહેતા યુવક દ્વારા સગીરાનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.  જે બાદ સગીરા છેલ્લા થોડા દિવસથી ટેન્શનમાં રહેતી હોઈ પરિવાર પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ સગીરાએ સઘળી વિગત જણાવતા આ બાબતે સગીરાનાં પિચાએ સરથાણ પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. 

તપાસ અધિકારી (સરથાણ પોલીસ સ્ટેશન)

પોલીસે ગુનાની ગંભીરતા જોતા આરોપી યુવક પપ્પુ ગુપ્તાની ધરપકડ કરી
આ બાબતે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, સરથાણ પોલીસ મથક ખાતે તા. 27.8.2023 નાં રોજ આઈપીસી કલમ 376 તેમજ પોક્સો અધિનિયમ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સરથાણ પોલીસ મથકે સગીરાનાં પિતાએ આરોપી પપ્પુ ગુપ્તા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી પપ્પુ ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામનાં માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા.  તે દરમ્યાન આરોપી દ્વારા સગીરાને વિશ્વાસમાં લઈ તેને સરથાણ વિસ્તારની બે થી ત્રણ હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે યુવક પપ્પુ ગુપ્તાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ