બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Make these 5 types of delicious laddus for the family in winters

તમારા કામનું / શિયાળામાં ફેમિલી માટે બનાવો આ 5 પ્રકારના સ્વાદિષ્ટ લાડુ: શરીરમાં આવશે ગરમી, હાડકાં રહેશે મજબૂત

Pooja Khunti

Last Updated: 09:25 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bone Strength: શિયાળામાં લોકો વિવિધ પ્રકારનાં લાડુ ખાવાનું પસંદ કરે છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે અને શરીર પણ ગરમ રહે છે.

  • ડ્રાઈ ફ્રૂટ્સનાં લાડુનાં સેવનથી હાડકાં મજબૂત બને છે 
  • વજન ઘટાડવા અળસીનાં લાડુનું સેવન કરો 
  • શરીરને ગરમ રાખવા માટે તલનાં લાડુનું સેવન કરો 

શિયાળામાં લોકો વિવિધ પ્રકારનાં લાડુ ખાવાનું પસંદ કરે છે. અલગ-અલગ પ્રકારનાં લાડુનાં સેવનથી શરીર ગરમ રહે છે. આ લાડુનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. જાણો આ લાડુ વિશે જેના સેવનથી હાડકાં મજબૂત બને છે. 

ડ્રાઈ ફ્રૂટ્સનાં લાડુ 
બદામ, કાજુ અને ખજૂર જેવા ડ્રાઈ ફ્રૂટ્સનાં લાડુનાં સેવનથી હાડકાં મજબૂત બને છે. આ તમારા માનસિક વિકાસ માટે પણ ફાયદાકારક છે. 

ગુંદરનાં લાડુ 
ગુંદરનાં લાડુમાં કેલ્શિયમ, એન્ટીઓક્સિડેન્ટ અને પ્રોટીન જેવા ગુણ હોય છે.  જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે.  આ સાથે હ્રદયનાં સ્વાસ્થ્યમાં પણ સુધાર કરે છે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત આપે છે. 

વાંચવા જેવું: ચોકલેટ, માવા અને કેસર... ગણેશ ચતુર્થી આ 5 અલગ અલગ ફ્લેવરમાં બનાવી શકો છો મોદક: જાણી લો રેસીપી

મગફળીનાં લાડુ   
મગફળીમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. મગફળીનાં લાડુનાં સેવનથી હાડકાં મજબૂત બને છે અને તે પાચન માટે પણ સારા હોય છે. આ લાડુનાં સેવનથી શરીર ગરમ રહે છે. 

અળસીનાં લાડુ 
અળસીમાં ઓમેગા 3 ફેરી એસિડ સાથે પ્રોટીનનું પણ સારું પ્રમાણ હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે અને આ સાથે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટે છે. જો તમારે વજન ઘટાડવો હોય તો અળસીનાં લાડુનું સેવન કરવું જોઈએ. 

તલનાં લાડુ 
શરીરને ગરમ રાખવા માટે તલનાં લાડુનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારું રહે છે. આ સાથે હાડકાં પણ મજબૂત બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ