બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahesh Savani resigns from AAP party

BIG NEWS / મહેશ સવાણીનું પણ પાર્ટીમાંથી રાજીનામું, કરી શકે છે મોટી જાહેરાત, AAPને એક જ દિવસમાં ત્રીજો મોટો ઝટકો

Vishnu

Last Updated: 07:17 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય સુંવાળા, નીલમ વ્યાસ બાદ મહેશ સવાણીએ AAP સાથે છેડો ફાડ્યો

  • મહેશ સવાણીનું AAP પાર્ટીમાંથી રાજીનામું

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ત્રીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. મહેશ સવાણીએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની સાથે હાલ પૂરતા રાજકિય સન્યાસની જાહેરાત કરી દીધી છે. વિજય સુંવાળા અને નીલમ વ્યાસના કેસરિયા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીમાંને 3જુ સૌથી મોટું નુકસાન થયું છે. હજુ તો 4 મહિના પહેલા જ મહેશ સવાણીએ આપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. તે હમણાં જ ઉપવાસ આંદોલન પર પણ બેઠા હતા 

રાજીનામાં બાદ મહેશ સવાણીએ શું કહ્યું?
મહેશ સવાણીએ જણાવ્યું કે, મારી ગુજરાતની જનતાને વિનંતી છે, હું સેવાનો માણસ છું, રાજનીતિ અને રાજકારણમાં આપમાં 6-7 મહિનાથી હતી, મને લાગે છે કે સેવામાં, તબિયતમાં પ્રોબ્લેમ હતો. હું તમામ પ્રકારના રાજકારણમાંથી આપમાં નહીં રહીને પાર્ટીનું કામ ન કરતા. હું સેવાનું કામ કરીશ. સમાજ સેવામાં કામ કરવું જોઇએ તેથી સેવાનું કામ કરીશ. પાર્ટીમાં જોડાયા બાદ સેવાનું કામ કરી શકતો નહોતો. તબિયતનું પણ ધ્યાન રાખી શકતો ન હતો. મને લાગતું હતું કે રાજનીતિમાં જઇને સારુ કરું, પરંતુ જે કરતો હતો તેમાં પણ હવે 50 ટકા પણ સમય નથી આપી શકતો. 

ભાજપમાં જોડાવાને લઇને કહ્યું કે, 'એ સમયની વાત છે'

મને એવું લાગે છે કે, મારી લિમીટમાં કામ કરું છું તે યોગ્ય લાગે છે, હું દોડાદોડી નથી કરી શકતો, હું સમય નથી આપી શકતો. હું હંમેશા સેવા સાથે જોડાઇશ. ભાજપ કે કોંગ્રેસ સેવા કરતા હશે, બધાને સાથે લઇને ચાલવું.શાસક પક્ષ ભાજપ છે, મને કોઇ હોદ્દા કે મંત્રી થવાનો મોહ નથી.સીએમના ચેહરા તરીકે તમે મને પ્રોજેક્ટ કર્યો છે, હું જાતે તો પ્રોજેક્ટ નથી થયો. હું સેવા માટે પણ ભગવાન પાસે જોડાવું પડે પણ તૈયાર છું.હું સેવાનો માણસ છું, રાજનીતિનો માણસ છું. ભાજપમાં જોડાવાને લઇને કહ્યું કે, એ સમયની વાત છે. તે સમયની વાત છે.

હું સેવા કરવા માગું છું અને મારા સેવાના કામમાં ભાજપ હંમેશા સપોર્ટિંગ ભૂમિકામાં રહ્યું છે

હું જ્યારે જોડાયે ત્યારે ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. હું આગળ નહીં ચાલી શકું, મારો બિઝનેસ અને તબિયત અને સેવાના કામમાં ડિસ્ટર્બ થાઉ છું. એટલે રાજીનામું આપું છું. રાજીખુશીથી રાજનામું આપું છું. મને કોઇ બીક, પ્રેશર કે દબાણ નથી, હું તેમાં રહી શકું તેવો માણસ જ નથી. હું જે કરી શકું તે કરવા ટેવાયેલો છું. મને એવું લાગ્યું કે પરિવારને સમય નથી આપી શક્યો, ડિસેમ્બરમાં લગ્ન બાદ પણ સમય નથી આપી શકતા. તેથી મે આ નિર્ણય લીધો છે.સેવાની મારી જ્યા પણ જરૂર હોય, તમામ પ્રોગ્રામ હોય છે, ભાજપ હંમેશા સપોર્ટિંગ ભૂમિકામાં રહ્યા છે.
હાલના તબક્કે રાજનીતિમાં ન રહેતા લોકોની સેવામાં રહેવું, મારી કોઈ સાથે મિટિંગ નથી થઇ.ભાજપ કે કોંગ્રેસ કોઇ સાથે બેઠક નથી થઇ. તમામે મને સમજાવ્યા કે તમે રાજનીતિના માણસ નથી તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.

ખરાબ વાતો કરવી તે મારા સ્વભાવમાં નથી

ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થયો કે નહીં તે જનતા જણાવી શકે. આમ આદમી પાર્ટી જે કરી રહી છે, ભાજપ પણ પલ્બિક પાસે ઓપ્શન કરતી આવે છે.હુમલો 100 લોકો હતા તેમાં કોના પર હુમલો થયો તે કેમ ખબર પડે. રાજનીતિમાં હુમલા કે ખરાબ બોલવું કે ખરાબ વાતો કરવી તે મારા સ્વભાવમાં નથી. ડિબેટમાં બોલવું પડે અને તે મને ગમતું પણ નથી. રિયલમાં હું જે સેવા કરું છું તે મારા માટે પૂરતી છે.મારા પર કોઈ કેસ થયો નથી.અત્યારે મને એવું લાગે છે કે સેવામાં ઓટ નથી થવા દેવી. કોઇ કોઇના વગર પાર્ટી ડિપેન્ડ હોતી નથી. રાજનીતિમાં થતું હોય છે.

કોણ છે મહેશ સવાણી?

  • 28 જૂને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સવાણી
  • મનિષ સિસોદીયાની હાજરીમાં જોડાયા હતા સવાણી

ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં આવ્યા હતા. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે. આશરે 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) ત્રીજો મોટો આંચકો લાગ્યો છે. આજે બપોરે જ વિજય સુવાળા ભાજપમાં જોડાયા હતા. વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

AAP Party AAPને ઝટકો mahesh savani resigns આપ આપ પાર્ટીમાંથી રાજીનામું મહેશ સવાણી Mahesh Savani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ