બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mahashivratri 2024 shubh yog will open your luck

Mahashivratri 2024 / મહાશિવરાત્રીના 5 મહાઉપાય: 5 પ્રકારના શુભયોગમાં ઉજવાશે આસ્થાનો પર્વ, થશે ધનલાભ

Arohi

Last Updated: 02:51 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahashivratri 2024: હિંદૂ પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ 8 માર્ચ, શુક્રવારે છે. જણાવી દઈએ કે આ દિવસે પાંચ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાય ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.

હિંદૂ શાસ્ત્રો અનુસાર ફાગળ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવશે. આ વખતે 8 માર્ચ શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. શિવ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે વ્રત કરવાની સાથે વિધિવિધાનથી પૂજા કરવી પણ શુભ અને ફયદાયી માનવામાં આવે છે. 

બની રહ્યા છે શુભ યોગ
આ વખતે મહાશિવરાત્રીના ખાસ અવસર પર ઘણા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. એવામાં આ શુભ યોગમાં કરવામાં આવેલા ઉપાય વધારે કારગર સાબિત થાય છે. જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે શિવ યોગ, સિદ્ધ યોગ, ગજકેસરી યોગ, ધન યોગ અને સર્વાર્થ સિદ્ધિ જેવા શુભ યોગ બની રહ્યા છે. 

જેનાથી આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ યોગોમાં અમુક ખાસ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપાયોને કરવાથી બધા કષ્ટ દૂર થાય છે અને કુંડળીમાં ગ્રહ નક્ષત્રની સ્થિતિ મજબૂત થાય છે. 

સમૃદ્ધિ પ્રાપ્તિના ઉપાય 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શિવ મંદિર જાઓ અને વિધિ વિધાનની સાથે પૂજા-અર્ચના કરી ઘીનો દિવો કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા અનુસાર કુબેર દેવને પોતાના ગયા જન્મમાં રાતના સમયે જ શિવલિંગની પાસે જઈને રોશની કરી હતી માટે દેવતાઓના કોષાધ્યક્ષ બની ગયા હતા. આ ઉપાય કરવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. 

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીનો દિવસ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે બિલિના ઝાડની નીચે ઉભા રહીને ખીર અને ગાયના ઘીનું દાન કરવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની સાથે મહાલક્ષ્મીની પણ ખાસ કૃપા પ્રાપ્ત થાય છે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થાય છે. 

પાપોમાંથી મુક્તિ માટે 
જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ પાપોમાંથી મુક્તિ મળવવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિને ધન અને અનાજનું દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની કૃપાથી વ્યક્તિ જન્મ મરણના બંધમાંથી મુક્ત થઈ જાય છે. 

દરિદ્રતાથી છુટકારો મેળવવા માટે 
મહાશિવરાત્રીની રાત્રે ઘર પર એક નાનું શિવલિંગ લગાવો અને વિધિ વિધાનથી તેનો અભિષેક કરો. સાચ્ચા મનથી શિવ આરાધના કર્યા બાદ 108 વખત ओम नमः शिवाय મંત્રનો જાપ કરો. તેનાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને કરિયરમાં ઉન્નતિના શુભ સંયોગ બને છે. ભગવાન શિવની કૃપાથી નોકરી અને બિઝનેસમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. 

વધુ વાંચો: મહાશિવરાત્રીના ઉપવાસમાં ચા કે કોફી પી શકાય કે નહીં? જાણૉ શું છે માન્યતા

સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર ભગવાન શિવને તલ અને જવ અર્પિત કરો. સાથે જ 21 બિલિ પત્ર પર ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર સ્થાપિત કરો. તેના બાદ નંદીને લીલુ ઘાંસ ખવાડો. આમ કરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પુરી થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયને કરવાથી પાપ અને મુશ્કેલીઓનો અંત આવે છે અને સુખમાં વૃદ્ધિ થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ