હિન્દુ ધર્મમાં ભગવાન શિવ સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવોમાંથી એક છે. આ જ કારણ છે તેમના ભક્તો તેમને ભોલેભંડારી કહીને બોલાવે છે. દેવોના દેવ કહેવાતા મહાદેવની પૂજા માટે મહાશિવરાત્રિનુ મહાપર્વ સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવ્યું છે. માન્યતા છે કે આ પાવન રાત્રિએ ભગવાન શિવની પૂરી કૃપા રહે છે. માન્યતા છે કે જો મહાશિવરાત્રિએ મહાદેવની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે અને પૂજામાં ભગવાન શિવની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો ભક્તની બધી મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે. જાણો, મહાદેવની માળા સહિત બીજી વસ્તુઓ ચઢાવવાથી આખરે શું મળે છે ફળ?
રૂદ્રાક્ષ
મહાદેવની માળા કહેવાતા રૂદ્રાક્ષને ભગવાન શિવનો મહાપ્રસાદ માનવામાં આવે છે. માન્યતા છે કે રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓમાંથી થઇ છે. જેને મહાશિવરાત્રિની પૂજામાં અર્પણ કરવા અને પ્રસાદી તરીકે ધારણ કરતા વ્યક્તિના બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. અલગ-અલગ આકારવાળા રૂદ્રાક્ષનો સંબંધ માત્ર અન્ય દેવી દેવતાઓ સાથે નહીં, પરંતુ નવગ્રહો સાથે પણ હોય છે. શિવપૂજામાં પ્રયોગ કરવાથી શિવ સાથે તેમનો પણ આશીર્વાદ મળે છે.
બિલી પત્ર
શિવ ભગવાનને બિલી પત્ર અત્યંત પ્રિય છે. માન્યતા છે કે શિવ પૂજામાં તેને ચઢાવવાથી શિવના ભક્તોને તેમનો તરત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સનાતન પરંપરામાં બિલીપત્રના ત્રણ પાનમાંથી એકને રજ, બીજાને સત્વ અને ત્રીજાને તમોગુણનુ પ્રતિક માનવામાં આવ્યું છે. એવામાં બિલીપત્ર અર્પણ કરવાથી મહાદેવની કૃપાથી સાધકને બધા પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.
ભસ્મ
ભગવાન શિવની પૂજામાં ભસ્મનુ ઘણુ વધારે ધાર્મિક મહત્વ છે. ભસ્મને શિવનુ વસ્ત્ર માનવામાં આવ્યું છે, જેને તેઓ પોતાના આખા શરીર પર લગાવે છે. માન્યતા છે કે સૃષ્ટિના અંતમાં આ રાખના રૂપમાં પરિવર્તિત થાય છે. જેને મહાદેવ પોતાના શરીરમાં ધારણ કરતા રહે છે. કહેવાનો અર્થ એ છે કે એક દિવસ આખી સૃષ્ટિ ભગવાન શિવમાં રાખ સ્વરૂપે વિલીન થાય છે. માન્યતા છે કે મહાશિવરાત્રિએ ભગવાન શિવને ભસ્મ ચઢાવવાથી વ્યક્તિના બધા પાપનો નાશ થાય છે.