બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mahashivratri 2022 when is falgun month mahashivratri know date tithi puja muhurat and pujan vidhi

મહાદેવ / બમ બમ ભોલે! આ વર્ષે ક્યારે છે મહાશિવરાત્રિ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Premal

Last Updated: 01:57 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા-આરાધનાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ ખૂબ જ દયાળુ અને કૃપાળુ ભગવાન છે. તેઓ માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન થઇ જાય છે. દર મહિને આવતી માસિક શિવરાત્રીની સાથે-સાથે વર્ષમાં આવતી મહાશિવરાત્રીનું પણ વિશેષ મહત્વ છે.

  • હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા-આરાધનાનું વિશેષ મહત્વ
  • જાણો આ વખતે ક્યારે આવે છે મહાશિવરાત્રી?
  • આ દિવસે શિવજીનો રૂદ્રાભિષેક કરવાથી દુ:ખોમાંથી મળે છે છૂટકારો

કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે છે મહાશિવરાત્રી

મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનની સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ સાથે એવુ પણ મનાય છે કે આ દિવસે શિવજીનો રૂદ્રાભિષેક કરવાથી જીવનના દરેક દુ:ખોમાંથી છૂટકારો મળે છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રીની તિથિ, શુભ મૂહૂર્ત અને પૂજન વિધિ અંગે. 

મહાશિવરાત્રી 2022 તિથિ

હિન્દુ પંચાગ મુજબ વર્ષ 2022માં મહાશિવરાત્રિ 1 માર્ચ, મંગળવારે સવારે 3.16 મિનિટથી શરૂ થઇને અને ચતુર્દશી તિથિનું સમાપન 2 માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે થશે.

મહાશિવરાત્રી પૂજાનું શુભમૂહુર્ત

મહાશિવરાત્રીના પહેલા પ્રહરની પૂજા- 1 માર્ચ, 2022 રાત્રે 6.21 મિનિટથી રાત્રે 9.27 મિનિટ સુધી છે.
આ દિવસે બીજા પ્રહરની પૂજા- 1 માર્ચ રાત્રે 9.27 મિનિટથી રાત્રે 12.33 મિનિટ સુધી રહેશે.
ત્રીજા પ્રહરની પૂજા- 1 માર્ચ રાત્રે 12.33 મિનિટથી સવારે 3.39 મિનિટ સુધી રહેશે.
ચોથા પ્રહરની પૂજા- 2 માર્ચ સવારે 3.39 મિનિટથી 6.45 મિનિટ સુધી છે.
પારણા સમય- 2 માર્ચ બુધવાર 6.45 મિનિટ બાદ. 

મહાશિવરાત્રી પૂજા વિધિ

ફાગણ માસમાં આવતી મહાશિવરાત્રી વર્ષની સૌથી મોટી શિવરાત્રીમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે બહ્મ મૂહુર્તમાં સ્નાન કર્યા બાદ ઘરના પૂજા સ્થળે પાણીથી ભરેલા કળશની સ્થાપના કરો. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરો. પછી અક્ષત, પાન, સોપારી, ચંદન, લવિંગ, ઈલાયચી, દૂધ, દહી, મધ, ઘી, ધતૂરો, બિલિપત્ર, કમળનુ ફૂલ વગેરે ભગવાનને અર્પણ કરો. પૂજન કરો અને છેલ્લે અંતમાં આરતી કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ