બ્રેકિંગ ન્યુઝ
મહારાષ્ટ્રનો હિંગોલી જિલ્લો હળદરની સાથે કેળા માટે પણ ખૂબ જ ફેમસ છે. અહીંના કેળાની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ હોય છે. પરંતુ કેળાની સીઝન શરૂ થતા જ માર્કેટમાં કેળાના ભાવ ઘટી જાય છે. ઘણી વખત તો ખર્ચ પણ વસુલ નથી થતો. તેનાથી કંગાળીને હિંગોળી જિલ્લાના ખાજામપુરવાડીના રહેવાસી યુવા ખેડૂતે યુટ્યુબથી શીખ લઈને કેળાની ચિપ્સ બનાવવાનો ઉદ્યોગ શરૂ કર્યો છે. તેનાથી તેમની સારી કમાણી થઈ રહી છે. ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલા આ બિઝનેસથી તેને દર વર્ષે 30 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. સાથે જ તેમણે ગામના 6 બેરોજગારોને પણ કામ આપ્યું છે.
ADVERTISEMENT

યુટ્યુબમાંથી શીખ્યો બિઝનેસ
ખજામપુરવાડી ગામમાં રહેનાર યુવા ખેડૂત ઉમેશ મુકેની પાસે આઠ એકડ જમીન છે. તેમાં તે કેળાની ખેતી કરે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષો કેળાના માર્કેટમાં સતત આવી રહેલી મંદી અને ખરાબ વાતાવરણના કારણે સતત નુકસાનમાં ચાલી રહેલી ખેતીથી પરેશાન થઈને ઉમેશના પિતાએ એક વર્ષ કેળાની ખેતી કરવાનું જ છોડી દીધુ હતું.
ADVERTISEMENT
સતત ખેતીમાં રહેલા નુકસાન અને ઘરની બગડતી સ્થિતિથી ખેડૂત ઉમેસને 12માં ધોરણમાં જ પોતાનો અભ્યાસ છોડવો પડ્યો અને તે પણ પોતાના પરિવારને ખેતી કામમાં મદદ કરવા લાગ્યા. એક વખત ઉમેશે યુટ્યુબ પર કેળાથી તૈયાર થતી ચિપ્સની રેસિપી જોઈ અને તેને જ પોતાનું રોજગાર બનાવ્યું અને ખેતીમાં કેળા લગાવવાનું શરૂ કર્યું. પરંતુ આ વખતે તેણે કેળા માર્કેટમાં વેચવાની જગ્યા પર ઘરે ચિપ્સ બનાવવાનું શરૂ કર્યું.

ADVERTISEMENT
મહિલાઓને આપ્યો રોજગાર
શરૂમાં ઉમેશ પોતે નાના પેકેટ બનાવીને કરિયાણાની દુકાન અને સ્વીટ માર્ટ પર માર્કેટિંગ કરવા લાગ્યા. ધીરે ધીરે ચિપ્સની ડિમાન્ડ વધવા લાગી તો તેમણે પોતાના વ્યાપારને વધારવાનું વિચાર્યું. તેના માટે ઉમેશે એક બેંકથી ગૃહ ઉદ્યોગ માટે લોન લીધી. ગામમાં જ ચિપ્સ બનાવવાની એક નાની કંપની ખોલી. તે કંપનીનું નામ પોતાની માતાના નામ પર અન્નપૂર્ણા રાખ્યું.
ADVERTISEMENT
30 લાખ રૂપિયાની કમાણી
ઉમેશના ચિપ્સની ડિમાન્ડ એટલી વધી કે તે હવે દર વર્ષે 10થી 12 ટન જેટલી ચિપ્સનું વેચાણ કરી રહ્યા છે. તેને આ બિઝનેસથી દર વર્ષે 30 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. ઉમેશે પોતાની કંપનીમાં 6થી વધારે મહિલાઓને રોજગાર આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.