બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / magh maas know daan significance and niyam

આસ્થા / આજથી માઘ મહિનાની શરૂઆત: દાન અને તેના નિયમ પાલનું ખૂબ મહત્વ, આટલી સાવધાની ભૂલ્યા વગર રાખજો

Manisha Jogi

Last Updated: 10:21 AM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી માઘ મહિનાની શરૂઆત થઈ રહી છે. આજથી માઘ મહિનો શરૂ થઈ રહ્યો છે અને 24 ફેબ્રુઆરીના રોજ માઘ મહિનો સમાપ્ત થશે. માઘ મહિનામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજાનું વિધાન રહેલું છે.

  • આજથી માઘ મહિનાની શરૂઆત
  • 24 ફેબ્રુઆરીના રોજ માઘ મહિનો સમાપ્ત થશે
  • ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજાનું વિધાન

આજથી માઘ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં અનેક ધાર્મિક પર્વ હોય છે તથા સંગમ પર કલ્પવાસ પણ કરવામાં આવે છે. આજથી માઘ મહિનો શરૂ થઈ રહ્યો છે અને 24 ફેબ્રુઆરીના રોજ માઘ મહિનો સમાપ્ત થશે. માઘ મહિનામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજાનું વિધાન રહેલું છે. 

માઘ માસમાં દાન કરવાના નિયમ

  • દાન કરવા માટે માઘ માસને શુભ માનવામાં આવે છે. આ મહિનામાં દાન કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. 
  • કોઈના કહ્યા પછી દાન ના કરવું જોઈએ. 
  • જે વ્યક્તિને ખરેખર જરૂર હોય તેમને જ દાન કરવું જોઈએ.
  • દાનમાં આપેલ તમામ વસ્તુ સારી હોવી જોઈએ. 
  • દાનમાં માંસ, મદિરા અથવા ધારદાર વસ્તુ ના આપવી જોઈએ. 
  • દાન આપતા સમયે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે, તમે ઈશ્વરને વસ્તુ આપી છે. 
  • દાન આપતા સમયે મનમાં દ્વેષભાવ ના હોવો જોઈએ. 

માઘ માસ નિયમ
માઘ મહિનામાં સામાન્ય જળથી સ્નાન કરવું જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. બહુ ભારે વસ્તુ ના ખાવી જોઈએ. આ મહિનામાં તલ અને ગળોનું સેવન કરવું તે ફાયદાકારક માનવામાં આવે છે. 

વધુ વાંચો: ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર બિરાજમાન, લક્ષ્મીજીએ સપનામાં આપી હતી પ્રેરણા

માઘ માસ ઉપાય
માઘ મહિનામાં દરરોજ સવારે ભગવાન કૃષ્ણને પીળા ફૂલ અને પંચામૃત અર્પણ કરો. ‘મધુરાષ્ટક’ના પાઠ કરો. ક્ષમતા અનુસાર ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ