બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / luck shines thing bought for 2 thousand rupees sold more than 50 lakh

ગજબ / નસબીનો બળિયો આને કહેવાય.! 2 હજારમાં ખરીદેલી આ વસ્તુના મળ્યા 50 લાખ, રાતોરાત બની ગયો લખપતિ

Manisha Jogi

Last Updated: 07:21 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવામાં આવે છે કે, નસીબ બદલાતા વાર નથી લાગતી. જીવનમાં ક્યારે શું થઈ જાય તે વિશે કંઈ કહી ના શકાય. એક વ્યક્તિ અજાણતા રાતોરાત લાખોપતિ બની ગયો છે.

  • નસીબ બદલાતા વાર નથી લાગતી
  • એક વ્યક્તિ અજાણતા રાતોરાત લાખોપતિ બની ગયો
  • વ્યક્તિને જાર પર બનેલ ચિત્રણ ખૂબ જ પસંદ આવ્યું

કહેવામાં આવે છે કે, નસીબ બદલાતા વાર નથી લાગતી. જીવનમાં ક્યારે શું થઈ જાય તે વિશે કંઈ કહી ના શકાય. અહીંયા એક એવા વ્યક્તિ જણાવી રહ્યા છીએ, જે અજાણતા રાતોરાત લાખોપતિ બની ગયો છે. આ વ્યક્તિએ માત્ર 2,000 રૂપિયામાં એક વસ્તુ ખરીદી હતી, જે ખૂબ જ કિંમતી હતી. ત્યારપછી તેની ખુશીનો પાર રહ્યો નહોતો. 

બ્રિટનમાં એક વ્યક્તિએ દુકાનમાંથી બે જાર (ચીની માટીથી બનેલ વાસણ) ખરીદ્યા હતા. જે માટે બે હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો. તે વ્યક્તિને જાર પર બનેલ ચિત્રણ ખૂબ જ પસંદ આવ્યું હતું. ત્યાર પછી તેમને જાણ થઈ હતી કે, આ જાર 18મી શતાબ્દીની છે અને ચાઈનાના રાજપરિવાર સાથે જોડાયેલ છે. જે માટે એક હરાજીની કિંમત 50 લાખ રૂપિયા કરતા વધુ આંકવામાં આવી છે. 

મિરર યૂકે અનુસાર જાર ખરીદનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. થોડા સમય પહેલા લંડન સ્થિત એક ચેરિટી શોપમાંથી ચીની માટીના બનેલ બે જાર ખરીદ્યા હતા, જે 50,000 પાઉન્ડમાં વેચાઈ શકવાની સંભાવના છે. 

4.5 ઈંચ ઉંચા આ જાર 18મી સદીના છે અને તે કિંગ રાજવંશના શાહી ભઠ્ઠામાં બનાવેલ છે.  જાર પર વાદળી તથા લીલા રંગના ફૂલ તથા પાન બનાવવામાં આવેલ છે અને ચિત્રણ ખૂબ જ અદભુત છે. કિંગ રાજવંશ ચીનનો છેલ્લો રાજવંશ હતો, જેણે વર્ષ 1644થી 1912 સુધી ચીન પર રાજ કર્યું હતું.

Qing Dynasty
ચીની માટીના જાર (Image: Roseberrys/BNPS)

અજાણતા લાખોપતિ બનવાની તક
તે વ્યક્તિ જણાવે છે કે, મને નહોતી ખબર કે, ચીન અને માટીથી બનેલ વાસણ આટલા મોંઘા વેચાતા હશે. હરાજી કરનાર લોકો સાથે વાત કરતા આ વાતની જાણ થઈ હતી. શરૂઆતમાં આ જારની કિંમત 51 લાખ 50 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ પ્રકારે આ વ્યક્તિ અજાણતા જ એક જ ઝટકામાં લાખોપતિ બની ગયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ