બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Love Jehad in Surat: Trapped in love by luring marriage, withdrew 14 lakh rupees

કાર્યવાહી / સુરતમાં લવજેહાદ : લગ્નની લાલચ આપી પ્રેમમાં ફસાવી, 14 લાખ રૂપિયા ઉપાડ્યા, બે વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે રાજસ્થાનથી ઝડપાયો ઈરફાન

Priyakant

Last Updated: 04:15 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Love Jehad Case News: આરોપી ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું

  • સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદનો કિસ્સો 
  • મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને ભગાડી ગયો 
  • અમરોલી પોલીસે આરોપીને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ઝડપ્યો 
  • કોસાડના ઇરફાન સિંધી નામના મુસ્લિમ યુવકે આચર્યું દુષ્કર્મ
  • પીડિતાની માતાના ATM કાર્ડથી આરોપીએ રૂપિયા 14 લાખ ઉપાડી લીધા

Surat Love Jehad Case : સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, અહીં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કોસાડ ગામમાં રહેતા આરોપી ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપી પાડી યુવતીને તેના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી. 

એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને ફસાવી 
સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટનામાં પોલીસે આરોપી ઈસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ આરોપી ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવી હતી. આ તરફ ઇસમે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું હતું.  

પીડિતાની માતાનું ATM કાર્ડથી 14 લાખ ઉઠાવી લીધા 
નોંધનીય છે કે, બે વર્ષ દરમિયાન ઇરફાન પાસે પીડિતાની માતાનું ATM કાર્ડ રહેતું હતું. તેમાંથી જુદા જુદા સમયે અંદાજિત 14 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ ઉપાડી લીધી હતી. પૈસા પડાવવા ઉપરાંત તેનું જાતીય શોષણ પણ કરતો હતો. ગત 26 ઓગસ્ટના રોજ ઇરફાન સિંધી યુવતીને લઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાનના બાડમેરમાં ભગાડી ગયો હતો. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપી પાડી યુવતીને તેના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી.
 
કેવી રીતે યુવતીને ફસાવી?     
પીડિતા આરોપી ઈરફાન સિંધી સાથે ભણતી હતી. આ સાથે ઈરફાન સિંધી અને હિન્દુ યુવતી એક જ ફળિયામાં રહેતા હતા. જેને લઈ આરોપીએ હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. આ સાથે 2 વર્ષ દરમિયાન અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ  26 ઓગસ્ટે આરોપી ઇરફાન સિંધી યુવતીને ભગાડી ગયો અને યુવતીને અમદાવાદ અને ત્યારબાદ રાજસ્થાન લઈ ગયો હતો.  

યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી 
સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદમાં આવતા કોસાડ ગામની એક યુવતીને વિધર્મી યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ વિધર્મી યુવાન અને યુવતીને અમરોલી પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. બીજી તરફ યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છેલ્લા બે વર્ષ દરમિયાન પોતાનું યૌન શોષણ થયાની તેમજ વિધર્મી યુવાન ઈરફાન સિંધીએ ટુકડે ટુકડે 14 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે. 

યુવતી પાસેથી રૂપિયા પડાવી ઈરફાને બોરિંગનો ધંધો કર્યો 
છેલ્લા બે વર્ષ દરમિયાન ઇરફાને આ યુવતી કે જેની પાસે પોતાની માતાનું ATM કાર્ડ રહેતું હતું તેમાંથી જુદા જુદા સમયે અંદાજિત 14 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ પડાવી લીધી હતી. યુવતી પાસેથી રૂપિયા પડાવી લઇ ઈરફાન સિંધીએ બોરિંગ નો ધંધો ઘરમાં ફર્નિચર અને એક નવી મોટરસાયકલ ખરીદવામાં વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ ઈરફાન સિંધીને અમરોલી પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ