બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Loksabha Election List of 100 BJP candidates ready: PM Modi can contest from Varanasi

Lok Sabha Election 2024 / ભાજપના 100 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર: વારાણસીથી જ લડી શકે છે PM મોદી, આ તારીખ સુધીમાં થઈ શકે છે જાહેરાત

Megha

Last Updated: 01:49 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી આ અઠવાડિયામાં બહાર પાડી શકે છે. જેમાં  100 ઉમેદવારોના નામ સાથે વડાપ્રધાન મોદીનું નામ પણ સામેલ હોય શકે છે.

લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે ભાજપે ઉમેદવારો નક્કી કરવાની કવાયત તેજ કરી દીધી છે. મિશન 370 પૂર્ણ કરવા માટે, ભાજપનું સંપૂર્ણ ધ્યાન હવે ઉમેદવારોની પસંદગી પર છે. લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. 

lok sabha election 2024 bjp deputed cabinet ministers on 141 lok sabha seats to get victory

એમ મોદી વારાણસીથી ચૂંટણી લડે એવી સંભાવના 
અહેવાલ અનુસાર આમાં લગભગ 100 ઉમેદવારોના નામ સામેલ થઈ શકે છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પહેલી યાદીમાં જ હોઈ શકે છે. પીએમ મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે. 

ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે
બુધવારે બીજેપીએ નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં લગભગ એક ડઝન રાજ્યોના કોર ગ્રુપની બેઠક બોલાવી છે. બીજેપી ચીફ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દરેક રાજ્યના નેતાઓ સાથે અલગ-અલગ વાત કરશે. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યના પ્રભારીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બેઠકોમાં જ લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.

આ રાજ્યમાં વધશે ભાજપનું ટેન્શન! નવા ...

પ્રથમ યાદી 1 અથવા 2 માર્ચે જાહેર થાય તેવી શક્યતા
ગુરુવારે ભાજપની લોકસભા ચૂંટણી પ્રચારને લગતી મહત્વની બેઠક યોજાશે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક નવી દિલ્હીમાં પ્રસ્તાવિત છે. પાર્ટીની પ્રથમ યાદીને અહીંથી અંતિમ મંજૂરી મળશે. ભાજપના 100 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી 1 અથવા 2 માર્ચે જાહેર થાય તેવી શક્યતા છે. 

સાથે જ 2019માં ભાજપ જે બેઠકો હારી ગયું હતું તે બેઠકો પર ચૂંટણી સમિતિની બેઠકમાં વિચારણા થઈ શકે છે. તાજેતરની ચૂંટણીઓ દ્વારા જે લોકોને રાજ્યસભામાં મોકલી શકાયા નથી, તેમના લોકસભાના ઉમેદવારો અંગે પણ ચર્ચા થઈ શકે છે. 

વધુ વાંચો: લોકસભા માટે 450 જેટલા નામો પર CM આવાસ પર મંથન શરૂ, આ પ્રક્રિયામાંથી પાસ થશે તે નામો દિલ્હી મોકલાશે

ભાજપ 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત કરતાં મોટી જીત નોંધાવવા માંગે છે. ભાજપના નેતાઓને વિશ્વાસ છે કે 2024માં તેઓ 2019ના આંકડાને વટાવી જશે. આ માટે પીએમએ કેબિનેટ મંત્રીઓને ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા કહ્યું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ