બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Lok Sabha elections 2024: another major setback for INDIA, AAP to go it alone in Punjab

INDIAને ફરી ઝટકો / પંજાબમાં લોકસભાની બધી સીટો પર ઉમેદવારો ઉતારવાનું કેજરીવાલનું એલાન, કોઈ સાથે ગઠબંધન નહીં

Hiralal

Last Updated: 04:09 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવિંદ કેજરીવાલે ઈન્ડીયા ગઠબંધનને બીજો ઝટકો આપ્યો છે. કેજરીવાલે પંજાબમાં લોકસભાની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું એલાન કર્યું છે.

  • કેજરીવાલે ઈન્ડીયા ગઠબંધનને ફરી આપ્યો ઝટકો
  • પંજાબમાં લોકસભાની 14 બેઠકો પર ઉમેદવારોનું એલાન
  • કોઈની સાથે ગઠબંધન નહીં 

વિપક્ષી દળ INDIAને વધુ એક મોટો ઝટકો આપતા આમ આદમી પાર્ટી (આપ)એ શનિવારે કહ્યું કે તે એકલે હાથે પંજાબમાં લોકસભાની તમામ બેઠકો લડશે. ટૂંક સમયમાં પંજાબની તમામ 13 અને ચંદીગઢની 1 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરશે. 10-15 દિવસમાં" નામો જાહેર કરવામાં આવશે. એક રેલીમાં બોલતા કેજરીવાલે કહ્યું, "લોકસભાની ચૂંટણી માટે, પંજાબમાં 13 બેઠકો છે અને ચંદીગઢની એક - કુલ 14 બેઠકો છે. આગામી 10-15 દિવસમાં આપ આ તમામ 14 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરશે. તમારે (સમર્થકોએ) 'આપ'ને આ તમામ 14 બેઠકો પર બહુમતી સાથે સ્વીપ કરાવવી પડશે. પંજાબના મુખ્ય પ્રધાન અને આપના નેતા ભગવંત માન દ્વારા રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણને નકારી કાઢ્યાના અઠવાડિયા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

ઈન્ડીયા ગઠબંધનમાંથી 3 મોટી પાર્ટીઓ આઉટ
કોંગ્રેસની આગેવાનીમાં રચાયેલા ઈન્ડીયા ગઠબંધનમાં 28 પાર્ટીઓ હતી પરંતુ તેમાંથી ચાર મોટી પાર્ટીઓ બહાર નીકળી ગઈ છે જેમાં મમતાની ટીએમસી, કેજરીવાલની આપ, નીતિશ કુમારની જેડીયુ અને જયંત ચોધરીની આરએલડી સામેલ છે. આપનો આ નિર્ણય તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના આવા જ પગલાની રાહ પર આવ્યો છે, જેમણે લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાના પક્ષના નિર્ણયની જાહેરાત કરી હતી.

INDIA ગઠબંધનનું માળખું ભાંગી રહ્યું છે- શેહઝાદ પૂનાવાલા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે INDIA ગઠબંધનનું માળખું ભાંગી રહ્યું છે"."કોઈ મિશન નથી, કોઈ વિઝન નથી, ફક્ત કમિશન છે, ફક્ત ભ્રષ્ટાચાર છે, ફક્ત મૂંઝવણ છે, ફક્ત વિરોધાભાસ છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા વિચિત્ર છે. તે ન્યાય યાત્રા કરતાં 'બાય બાય યાત્રા' વધુ છે. તેના બદલે તેમણે 'ઈન્ડી જોડો યાત્રા' કાઢવી જોઈતી હતી, મ તેમણે કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ