બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lok Sabha Election 2024 Gandhinagar news updates

સંજય'દ્રષ્ટિ' / ગુજરાતની બેઠકો પર કેટલા મુરતિયા લડશે ચૂંટણી? સચિવાલય કેમ થઈ ગયું છે સૂમસામ, વાંચો આજની કોલમમાં

Ajit Jadeja

Last Updated: 05:28 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય વિભાકર, ગાંધીનગર: સુરતની બેઠક પર કઈ ગેમ રમાઈ ગઈ? સચિવાલય કેમ થઈ ગયું છે સૂમસામ? ગાંધીનગરની ગલીઓમાંથી જાણો બધી જ અપડેટ્સ

ગુજરાતની 26 બેઠકો માટે કેટલા મુરતીયા મેદાનમાં રહેશે?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની છે. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. આજે સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. એટલે કે સાંજે 5 વાગ્યા સુધીમાં ભરેલા ફોર્મને પરત લઈ શકાશે. લોકસભાની તમામ 26 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ 433 ફોર્મા ભરાયા છે. જ્યારે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે.ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, 22મી એપ્રિલની સાંજ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાય છે. આથી આજે કેટલીય બેઠકો પર અપક્ષો દ્રારા કરાયેલી ઉમેદવારી પાછી ખેંચવા માટેની સોદાબાજી થઈ શકે છે. ખાસ કરીને ઓછા માર્જીનથી હાર-જીત થઈ બેઠકો પર મજબુત અપક્ષ ઉમેદવાર હશે તેની કીંમત વધુ થવાની છે. આર્થિક સોદાબાજી કરીને કેટલાક ઉમેદવારો ફોર્મ પરત લઈ લેશે. જ્યારે કેટલાક અપક્ષ ઉમેદવારો કોઈ એક રાજકીય પક્ષનો ખંભો બનીને બીજા રાજકીય પક્ષના ઉમેદવારના મતો તોડવા માટે ચૂંટણી લડશે. આવા અપક્ષો ચોક્કસ બેઠકો પર હાર-જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, આજ સાંજ સુધીમાં ઓછામાં ઓછા 70થી વધુ ઉમેદવારો પોતાની દાવેદારી પાછી ખેંચી લેશે. ત્યાર બાદ સ્પષ્ટ થઈ જશે કે, કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ લડાશે. આખરી ચિત્ર સ્પષ્ટ થયા બાદ આવતી કાલથી ચૂંટણીના પ્રચારમાં તેજી આવશે.

ગુજરાતમાં પણ ઓછું મતદાન થવાની દહેશત

પ્રથમ તબક્કાના મતદાનમાં ગત ચૂંટણી કરતા મતદાનમાં 7 ટકાનો ઘટાડો થતા હવે ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી તમામ 26 બેઠકોની ચૂંટણીમાં પણ ઓછું મતદાન થવાની દહેશત ઉભી થઈ છે. જેને કારણે ભાજપના નેતાઓમાં ચિંતા શરૂ થઈ છે. છેલ્લા કેટલાય સમયથી એવો માહોલ છે કે, કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર જ આવશે. આ ચૂંટણીમાં ભાજપ 400 બેઠકો જીતી જશે એવો પ્રચાર પણ જોરશોરથી થઈ રહ્યો છે. એટલુ જ નહી, ગુજરાતમાં ભાજપ સતત ત્રીજી વખત ક્લિન સ્વીપ કરશે એવો આત્મવિશ્વાસ નેતાઓને છે. કેમકે 2014 અને 2019માં ભાજપને ગુજરાતમાંથી લોકસભાની તમામ 26 બેઠકો જીતી લીધી હતી. કોંગ્રેસનુ ખાતુ પણ ખુલ્યુ નહોતુ. આ ચૂંટણીમાં પણ અગાઉ જેવી જ હાલત કોંગ્રેસની થવાની છે એવી ચર્ચા લોકો કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપનો ઉમેદવાર કોઈપણ હોય મતદાતાઓ તેમને જોતા નથી પરંતુ મોદીના ચહેરાને જોઈને મત આપતા હોય છે. જેથી આ વખતે પણ ભાજપ સરળતાથી તમામ 26 બેઠકો અંકે કરી લેશે એવી છાપ ભાજપના નાના મોટા કાર્યકરો-આગેવાનોમાં તો છે જ પરંતુ હવે મતદાતાઓને પણ એવુ જ લાગી રહ્યુ છે કે, આરપારની કોઈ લડાઈ નથી. જેને લઈને મતદારોમાં મતદાન કરવા અંગે હવે કોઈ ઉત્સાહ દેખાતો નથી. આ જ રીતે કાર્યકરો-નાના મોટા હોદ્દેદારો પણ નિષ્ક્રિય જેવા દેખાઈ રહ્યાં છે. આવી સ્થિતિને કારણે ગુજરાતમાં પણ મતદાન ઓછું થવાની પૂરી શક્યાતાઓ છે. આ બાબતની ખબર પડતા જ દિલ્હી હાઈકમાન્ડને પણ થોડી ચિંતા થઈ છે. વધુ મતદાન થાય તે માટે ગુજરાતના નેતાઓને ટારગેટ આપવા માંડ્યા છે. જેથી તેઓ પોતાના નીચેના હોદ્દેદારોને સક્રિય કરીને દોડાવે.

મોટાભાગના IAS અધિકારીઓ રજાના મુડમાં, સચિવાલય સૂમસામ

લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગયા બાદ મંત્રીઓ સચિવાલયમાં આવતા નથી કે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગો કરતા નથી. કેબિનેટની મીટીંગો પણ બંધ થઈ ગઈ છે. ગુજરાતમાંથી કેટલાક અધિકારીઓને અન્ય રાજ્યોમાં ચૂંટણીની કામગીરી માટે મોકલી દેવાયા છે. તો કેટલાક અધિકારીઓ બીજા તબક્કાની ચૂંટણી માટે અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. જ્યારે કેટલાક IAS અધિકારીઓ ત્રણ અઠવાડીયાની તાલીમ માટે મૈસુરમાં છે. જ્યારે કેટલાક IAS અધિકારીઓ સામાજીક કારણોથી વારંવાર રજા પર જઈ રહ્યા છે. તો અમુક અધિકારીઓ ખાસ કોઈ કામ નહી હોવાથી મિની વેકેશન ભોગવી રહ્યા છે. આ સ્થિતિને કારણે સચિવાલયમાં કાગડા ઉડી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અહીં પોતાના નાના મોટા કામ માટે આવતા લોકો ધક્કા ખાઈ રહ્યાં છે. એટલુ જ નહી સરકારની કામો કરતી એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો પોતાના પેમેન્ટ સહિતના કામો માટો સચિવાલયના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ ઓફિસમાંથી એવા જવાબ મળે છે કે, સાહેબ પ્રવાસમાં છે, મીટીંગમાં છે, રજા પર છે. ક્યારે આવશે એવા પ્રશ્નનના જવાબમાં કહે છે કે, તેની અમને ખબર નથી. લોકો ગાંધીનગર આખો દિવસ બગાડે છે પણ તેના કોઈ કામ થતા નથી. મોટાભાગના અધિકારીઓ પણ હવે ચૂંટણી હોવાથી વેકેશનના મૂડમાં આવી ગયા છે. ટોચના અધિકારીઓની નિયમિત ગેરહાજરીનો ફાયદો તેના વિભાગના અન્ય કર્મચારીઓ-અધિકારીઓ પણ ઉઠાવી રહ્યા છે. જેને કારણે આગળની અનેક ફાઈલો પેન્ડિગ પડી રહી છે. વહીવટી કામો પણ જાણે સ્થગિત થઈ ગયા છે. 7મી મેના રોજ ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે મતદાન થઈ ગયા બાદ ગુજરાતમાંથી 80 ટકા જેવી આચારસંહિતા ઉઠી જશે અને ત્યાર બાદ સચિવાલય ફરીથી ધમધમી ઉઠશે.

વધુ વાંચો: સુરત બેઠક પર કઈ રીતે ખેલ થયો?, જુઓ છેલ્લા 24 કલાકની ટાઈમલાઇન

મતદાન પહેલા જ કોંગ્રેસે સુરતની બેઠક ભાજપને ભેટમાં શા માટે આપી દીધી ? 

સુરત લોકસભાના બેઠક માટે કોંગ્રેસે સૌરાષ્ટ્રના મજબૂત ગણાતા નિલેશ કુંભાણીને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા. હજુ ચૂંટણીનુ મતદાન તો શું પણ પ્રચાર થાય તે પહેલા જ તેઓની હાર થઈ ગઈ છે.જેના માટે તેઓ પોતે જ જવાબદાર હોવાનુ લોકો કહી રહ્યા છે. તેમનુ ફોર્મ રદ થયા બાદ સોશિયલ મીડિયામાં જાતજાતના મેસેજો સથેની ચર્ચા થઈ રહી છે. મતદારો કહી રહ્યા છે કે, 7મીના મતદાન પહેલા જ કોંગ્રેસે લડી શકાય તેવી આ બેઠકને ભાજપને તાસક પર ભેટ ધરી દીધી છે. લોકો એવો પ્રશ્ન પૂછાય રહ્યો છે કે, ફોર્મની અંદર જે ટેકેદારોએ સહી કરી હતી શું એ ટેકેદારો કુંભાણીના વિશ્વાસુ નહોતા ? જો નહોતા તો પછી તેમની ટેકેદાર તરીકે શા માટે સહી કરાવી ? લોકો કહે છે કે, ટેકેદાર તરીકે સહી કરનારા ટેકેદારો ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરીને કહે કે આ અમારી સહી નથી એ બાબત ખુબ જ મોટી છે. કોંગ્રેસના પીઢ અને અનુભવી નેતાઓ પણ કેમ થાપ ખાઈ ગયા ? કે પછી જાણીજોઈને આવો દાવ ખેલાયો હતો ?  હવે કોંગ્રેસના દિગ્ગજો કહે છે કે, કુંભાણીના મુદ્દે અમે હોઈકોર્ટ-સુર્પિમ કોર્ટમાં જશુ. એટલે કે નેતાઓ હવે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ