બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / સુરત / How did the Surat seat play out?, see the timeline of the last 24 hours

લોકસભા ચૂંટણી 2024 / સુરત બેઠક પર કઈ રીતે ખેલ થયો?, જુઓ છેલ્લા 24 કલાકની ટાઈમલાઇન

Vishal Khamar

Last Updated: 04:45 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત લોકસભા બેઠક પર 35 વર્ષ બાદ ઈતિહાસ સર્જાયો છે. આજે અપક્ષ સહિત અન્ય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા સુરત લોકસભા બેઠક ભાજપ બિનહરીફ થવા પામી હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપે સુરત બેઠકથી ભાજપનું ખાતું ખોલ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સુરતમાં શું સર્જાઈ સ્થિતિ.

સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ સર્જાયો છે. જેમાં સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત લોકસભાનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બનતા લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ભાજપે સુરત બેઠક પર જીત મેળવી છે. 

20 તારીખે નિલેશ કુંભાણીયાએ કલેક્ર સમક્ષ સમય માંગ્યો

શનિવારે સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ મુદ્દે રવિવારે સવારે 11 વાગ્યે કલેક્ટર સમક્ષ સુનાવણી દરમ્યાન તેઓનાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે. શનિવારે સુનાવણી દરમિયાન નિલેશ કુંભાણીએ સમય માગ્યો હતો. જેમણે 24 કલાકનો કલેક્ટર સમક્ષ સમય માગ્યો હતો.

ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ
લોકસભા ચૂંટણીને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યારે સુરત લોકસભા બેઠક ભારે ચર્ચામાં આવી છે કારણ કે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાણીનો ઉમેદવાર પત્ર રદ્દ થાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. વાત એવી છે કે, કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારી પત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે. 

સુરતમાં કોંગ્રેસનો ખેલ થયો?
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્રમાં ત્રણ ટેકેદારોની સહી કરવાની હોય છે. જ્યારે જગદિશ સાવલિયા, રમેશ પોલરા અને ધીરૂભાઈ ધામેલિયાએ ચૂંટણી અધિકારીને રૂબરૂમાં જઈને નિવેદન આપ્યું છે. જે ત્રણેય  ટેકેદારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થઈને પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે. ત્યારે સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો સાથે ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે 

'અમારી ખોટી સહી કરી છે'
કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે, ઉમેદવાર કુંભાણીના ટેકેદારોએ કહ્યું કે અમારી ખોટી સહી કરી છે. વધુમાં કહ્યું કે, ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી તેવો આક્ષેપ કરાયો છે. 

રવિવારે નિયત સમયમાં ટેકેદારો હાજર ન થયા

તા. 21 તારીખે રવિવારે સુરત કલેક્ટર સમક્ષ સુનાવણી દરમ્યાન નિયત સમયમાં નિલેશ કુંભાણીયાનાં ટેકેદારો રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી ત્રણ જણા સંપર્ક વિહોણા  થયા હતા.  નિલેશ કુંભાણીના ટેકેદારોનો પોતે જ સંપર્ક કરી શક્યા નથી. ટેકેદારોના સંપર્ક વિહોણા થયા પછી કુંભાણી જણાવ્યું કે, જો અપહરણ થયું હશે તો પણ અમે સવારે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર કરીશું.

નિલેશ કુંભાણીએ શું કહ્યું
અત્રે જણાવીએ કે, રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી ત્રણ જણા સંપર્ક વિહોણા છે. નિલેશ કુંભાણીના ટેકેદારોનો પોતે જ સંપર્ક કરી શક્યા નથી. ટેકેદારોના સંપર્ક વિહોણા થયા પછી કુંભાણી જણાવ્યું કે, જો અપહરણ થયું હશે તો પણ અમે સવારે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર કરીશું. નિલેશ કુંભાણીએ દરખાસ્તદારોની સહીઓ જાતે કરી હોવાનું જણાવ્યું છે. કલેક્ટરે કુંભાણીને લખેલા પત્રમાં કહ્યું, તમારા ટેકેદારોએ એફિડેવિટ કરી છે. 

સુરતનાં કોંગ્રેસનાં નેતાએ લગાવ્યા આરોપ
સુરતમાં કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીનાં ફોર્મનાં વિવાદ વચ્ચે કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો છે. સુરત કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યા છે. કુંભાણીએ પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ છે. કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે. એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી. બધા પરિવારજનો છે. તેમજ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે. 

ત્રણેય ઉમેદવારના ખાસ હતા
આ ત્રણેય ટેકેદાર નિલેશ કુંભાણીના ખાસ હતા. જેમાં ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીના મિત્ર છે તો રમેશ પોલારા નિલેશ કુંભાણીના ભાગીદાર છે. વાત જગદીશ સાવલિયા કરવામાં આવે તો તેઓ કુંભાણીના બનેવી છે.

24 કલાક ચાલેલા રાજકીય ડ્રામા બાદ ટેકેદારો હાજર ન થતાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ 
સુરત બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ્દ થવા પામ્યું હતું. ભાજપની ફરિયાદ બાદ શરૂ થયેલી રાજકીય હૂંસાતૂંસીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. નિલેશ કુંભાણીનાં ફોર્મમાં ટેકેદારો બોગસ હોવાની ફરિયાદ બાદ 24 કલાક રાજકીય ડ્રામાં ચાલ્યો હતો. આરોપ પ્રતિઆરોપ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારનાં ટેટેકારો ગાયબ થયા હતા. 24 કલાક ચાલેલા રાજકીય ડ્રામા બાદ ટેકેદારો હાજર ન થતા કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. 

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
સુરતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. સુરતના કોંગ્રેસ ઉમેદવારનુ ફોર્મ રદ થતાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે નિયમાનુસાર ચૂંટણી થાય તો ભાજપ હારી જાય એમ છે એટલે ભાજપ ટેકેદારોને ગુમ કરાવવાનો હથકંડો અજમાવી રહ્યો છે. ફોર્મ રદ એમનેમ ન થાય ટેકેદારની સહી ન હોય તો જ ફોર્મ રદ થાય એટલે અમારી આ માંગ છે કે ટેકેદારોની ઉલટતપાસ થાય અને ન્યાય મળે.

ડૉ.મનિષ દોશીનું નિવેદન
નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધા અરજીના વિવાદ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ કહ્યું કે, ટેકેદારોની અરજી મામલે અમે લીગલ કામગીરી કરીશું. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોનું ખોટું તંત્ર ઉભુ કર્યું છે. વાંધો ખોટો છે કે સાચો તે રજૂ કરવા માટે સમય માંગ્યો છે અને આવતીકાલે અમે જવાબ રજૂ કરીશું. વધુમાં કહ્યું કે, ભાજપ તંત્રનો ઉપયોગ કરી ઉમેદવારને હરાવવા પ્રયાસ કરાયો છે. ભાજપના ઉમેદવાર સામે વાંધો હોય તે દેખાતું નથી. જે ખેલ ખેલાયો છે તેને અમે કાલે ખુલ્લો પાડીશુ. વધુમાં ઉમેર્યું કે, ટેકેદારોને કઈ રીતે ધાકધમકી આપી તે અમે ખુલ્લી પાડીશું. કાયદા પ્રમાણે અમને સમય આપવાની ફરજ પડી છે. કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી લડવા માટે રોકવામાં આવે છે. ભારતીય ચૂંટણી પંચ કેમ કોઈ પગલાં ભરતું નથી અને તંત્ર ભાજપના આદેશ પર કામ કરે છે કે શું ?

વધુ વાંચોઃ સુરત બેઠક પર ભાજપ વિજેતા, જુઓ CM પટેલ અને સી આર પાટીલ શું બોલ્યા

CM ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને પાઠવી શુભેચ્છાઓ
સુરત બેઠક પરથી ભાજપનાં મુકેશ દલાલ વિજેતા જાહેર કરાયા હતા. મુકેશ દલાલ બિનહરીફ થતા વિજેતા જાહેર કરાયા હતા. ભાજપનાં ઉમેદવારને જીતનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું હતું. ચૂંટણી વગર ભાજપનાં મુકેશ દલાલ વિજયી બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી હતી. સુરત બેઠક પરથી બિનહરીફ જીત બદલ મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ