બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Living with another woman despite being a wife cannot be considered live in

ચુકાદો / પત્ની હોવા છતાં પણ કોઈ અન્ય સાથે મોજ ઉડાવવી તેને લીવ ઈન રિલેશન ન માની શકાય: HC

Kishor

Last Updated: 11:57 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'પત્ની હોવા છતા બીજી મહિલા સાથે રહેવુ લિવ-ઈન ન ગણી શકાય' તે અંગેનો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટેનો મહત્વનો ચુકાદો
  • પત્ની હોવા છતા બીજી મહિલા સાથે રહેવુ લિવ-ઈન ન ગણી શકાય
  • પતિ-પત્ની વચ્ચેના સબંધ મામલે ચર્ચા

પતિ-પત્ની વચ્ચેના એક કેસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટેનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કહ્યું કે પત્ની હોવા છતા બીજી મહિલા સાથે રહેવુ લિવ-ઈન ન ગણી શકાય. હાઈકોર્ટે કહ્યું છે કે પોતાની પત્ની સાથે રહેવાને બદલે અન્ય સ્ત્રી સાથે  પુરુષ રહે છે. તો 'લિવ-ઈન રિલેશનશિપ' કે લગ્ન જેવા સંબંધ ગણી શકાય નહી. પંજાબમાં જસ્ટિસ કુલદીપ તિવારીની સિંગલ બેચે જીવન અને સ્વતંત્રતાના રક્ષણની માંગ કરતી એક દંપતીની અરજી ફાહાવી દીધી છે.

Tag | VTV Gujarati

મહિલાના પરિવારજનોએ ફરિયાદ કરી હતી અને

અરજી કરનાર પક્ષે એવી દલીલ કરી હતી કે તેઓ 'લિવ-ઈન-રિલેશનશિપ'માં હતા, પરંતુ આ સ્થિતિ દરમિયાન મહિલાના પરિવારજનોએ ફરિયાદ કરી હતી અને તેમને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. આ મામલો કોર્ટમાં ચાલી જતા સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે 'લિવ-ઈન-રિલેશનશિપ'માં રહેલી મહિલા અપરિણીત છે, જ્યારે પુરુષ પરિણીત છે અને વણસેલા સંબંધોને કારણે તેની પત્નીથી અલગ રહે છે. 'લિવ-ઈન-રિલેશનશિપ'માં રહેલા પુરુષ અને તેની પત્નીને બે બાળકો છે, જેઓ તેમની માતા સાથે રહી શકે છે.

IPCની કલમ 494/495 હેઠળ સજાપાત્ર ગુનો

સુનાવણીમાં કોર્ટે એવું પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પ્રથમ જીવનસાથી પાસેથી છૂટાછેડા મેળવ્યા વિના અને તેના અગાઉના લગ્નના નિર્વાહ દરમિયાન, અરજદાર નં. 2 (લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો પુરુષ), પિટિશનર નં. એક લંપટ અગ્રણી અને 1 (લિવ-ઇન-રિલેશનશિપમાં રહેલી સ્ત્રી) સાથે વ્યભિચારી જીવનનો ગુન્હો જે માટે આ IPCની કલમ 494/495 હેઠળ સજાપાત્ર ગુનો હોઈ શકે છે, આવા સંબંધ લગ્નની શ્રેણીમાં ન આવતા હોવાનું પણ જણાવાયુ છે.

કોર્ટે આરોપનું ખંડન કરતા કહ્યું કે આરોપ નાના છે અને ધમકી મામલે કોઈ બોલતા પુરાવા ન હોવાથી આરોપ પણ ફગાવી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ