વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 10 દક્ષિણપૂર્વ એશિયન દેશોના સંગઠન ASEAN અને ભારત વચ્ચે ડિજિટલ સમિટની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત અને ASEAN વચ્ચેના સંબંધો ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ASEAN શરૂઆતથી જ અમારી એક્ટ ઈસ્ટ પોલિસીનું કેન્દ્ર રહ્યું છે.
17 માં શિખર સંમેલનમાં PM મોદીએ લીધો ભાગ
વિયેતનામણ પ્રધાનમંત્રી સાથે કરી સહ અધ્યક્ષતા
કોરોનાને લીધે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી
આ દરમિયાન પીએમ મોદી એ કહ્યું કે, "દર વર્ષની જેમ, આપણે આ વખતે બધા પરિવાર સાથે મળીને ફોટો નહીં ખેંચી શકીએ, પરંતુ તેમ છતાં મને આનંદ છે કે અમે વર્ચુઅલ માધ્યમથી મળી રહ્યા છીએ."
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज वर्चुअली वियतनाम के प्रधानमंत्री न्गुयेन शुआन फुक के साथ 17 वें आसियान-भारत शिखर सम्मेलन की सह-अध्यक्षता की। इस शिखर सम्मेलन में सभी दस आसियान सदस्य देशों के नेता ने भी हिस्सा लिया। pic.twitter.com/FUhwwjWQXv
અલગ અલગ ક્ષેત્રોમાં ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે આ સમિટમાં ASEAN -ભારત વ્યૂહાત્મક ભાગીદારીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને કનેક્ટિવિટી, દરિયાઇ સહયોગ, વેપાર અને વાણિજ્ય, શિક્ષણ અને ક્ષમતા નિર્માણ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર પણ વિચારણા કરવામાં આવશે.
ASEAN , દક્ષિણપૂર્વ એશિયન દેશોનું એક સંગઠન, આ ક્ષેત્રનું સૌથી પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે, અને ભારત, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા તેના ડાયલોગ પાર્ટનર છે. આ શિખર સંમેલન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ચીનનું આક્રમક વર્તન દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વ લદ્દાખમાં જોવા મળે છે.
દક્ષિણ એશિયામાં ચીન સાથે ઘણા દેશોને છે વિવાદ
દક્ષિણ એશિયાના ઘણા દેશોને ચીન સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સરહદી વિવાદો છે. વડા પ્રધાન મોદીએ વિયેતનામના વડા પ્રધાન ન્યુગ્યુએન ઝુઆન ફુક સાથે આ 17 મી ASEAN - ભારત સમિટ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.
भारत और आसियान के बीच हर प्रकार की कनेक्टिविटी को बढ़ाना - शारीरिक, आर्थिक, सामाजिक, डिजिटल, फाइनेंशियल, मारीटाइम हमारे लिए एक प्रमुख प्राथमिकता है। पिछले कुछ सालों में हम इन सभी क्षेत्रों में करीब आते गए हैं: पीएम मोदी pic.twitter.com/2ZnELgWcIS
ASEAN માં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, બ્રુનેઇ, વિયેટનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયા શામેલ છે. વડા પ્રધાન મોદી ગયા વર્ષે નવેમ્બરમાં બેંગકોકમાં 16 મી ASEAN - ભારત સમિટમાં ભાગ લીધો હતો.