બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Leopard comes out in the evening! Residents of Rajkot should be warned, a leopard has been roaming for ten days, know what precautions are necessary

ભય / સાંજે જ બહાર આવે છે દીપડો! રાજકોટવાસીઓ ચેતજો, દસ દિવસથી લટાર મારી રહ્યો છે દીપડો, જાણો શું સાવચેતી જરૂરી

Vishal Khamar

Last Updated: 01:06 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડાનાંએ દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે શહેરનાં રૈયા વિસ્તારમાં દીપડો આવ્યાની ચર્ચાથી રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.

  • રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનાં ધામા
  • શહેરનાં રૈયા વિસ્તારમાં દીપડો આવ્યાની ચર્ચા
  • દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાંખ્યા છે. ફરી દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. શહેરના રૈયા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચા છે. રોડ પર જતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે.. તો બીજી તરફ દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે. લોકો રાતે ઘરની બહાર નીકળતા પણ ડ઼રી રહ્યાં છે. સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી પાંજરે પુરવા માગ કરી છે. સ્થાનિકોને માગને પગલે વન વિભાગે પણ પાંજરું મુક્યું છે. 

એસ.ટી.કોટડિયા (વન વિભાગ અધિકારી, રાજકોટ)

ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરૂ મુકવામાં આવ્યું-એસ.ટી.કોટડિયા
રાજકોટમાં પ્રવેશ દ્વાર પર દિપડાનાં ધામાને લઈ વન વિભાગનાં અધિકારી એસ.ટી.કોટડિયાએ જણાવ્યું હતું કે, મુંજકા, કણકોટ, વગુડળ અને કૃષ્ણનગર વિસ્તારમાં દિપડો જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરૂ મુકવામાં આવ્યું છે. દિપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓની અવર જવર વધુ હોય છે. જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ બહાર નીકળે છે.  દિપડાની ફૂટ પ્રિન્ટ પરથી અંદાજીત ઉંમર 3 થી 4 વર્ષનો હોઈ શકે છે. હજુ માનવ પર હુમલાની ઘટનાં સામે આવી નથી.  દીપડાને પાંજરામાં મૂકી પકડવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે.  

વન વિભાગ દ્વારા દીપડાને લઈ ખેડૂતો અને પશુપાલકોને શું સાવચેતી રાખવા અપીલ કરી

  • વન વિભાગ દ્વારા ખેડૂતોને માલ-ઢોર અંદર પુરી રાખવા સૂચન
  • વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી
  • નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ વનવિભાગે લોકોને સૂચના આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજી પણ દીપડો દેખાયો હતો 
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જો કે, તે સમય શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. જો કે, તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ