બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Lawrence Bishnoi will face legal action, central agencies will reveal many secrets in ATS office

પૂછપરછ / લોરેન્સ બિશ્નોઇ પર કસાશે કાયદાકીય સકંજો, ATS કચેરીમાં સેન્ટ્રલ એજન્સીઓ ઓકાવશે અનેક રહસ્યો

Vishal Khamar

Last Updated: 04:45 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. ત્યારે હવે આગામી સમયમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) તેની પૂછપરછ કરશે.

  • લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી
  • અમદાવાદમાં પણ લોરેન્સ ગેંગનાં કેટલાક લોકો સક્રિય
  • RAW અને NIA લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે

જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે ત્યારે તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે. ૧૯૪ કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. ધરપકડ બાદ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તે હાલ ૧૪ દિવસના રિમાન્ડ પર છે. લોરેન્સ બિશ્નોઇના પાકિસ્તાન કનેકશન મામલે રો તેમજ એનઆઇએ તેની કડક પૂછપરછ કરશે. ૧૯૪ કરોડના ડ્રગ્સ કેસમાં તેનો રોલ રિસિવર તરીકેનો છે. 
લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી
ગુજરાત એટીએસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી ૧૯૪ કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી એટીએસને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા.જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી છે.
લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસને જાણવા મળ્યું
ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના સપ્લાયમાં મહત્ત્વનો ભાગ ભજવતા તેમજ આતંક ફેલાવતા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી ૧૯૪ કરોડનું ડ્રગ્સ મગાવવાનો તેના પર આરોપ છે. જેના પગલે ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા પટિયાલાની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. એટીએસએ કરેલી અરજીને એનઆઇએની કોર્ટમાં મંજૂર કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.   લોરેન્સની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા છે. જેના પર એટીએસ તપાસ કરી રહી છે. લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેને પગલે તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.
હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાન ખાન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. એટીએસે પાકિસ્તાનથી આવી રહેલા કરોડોના ડ્રગ્સને ઝડપી લઈને તપાસ કરી હતી જેમાં લોરેન્સના સાગરીત ગોલ્ડી બ્રારની સંડોવણી સામે આવી રહી છે. હાલ ગોલ્ડી વિદેશમાં હોવાથી તેનો કબજો મેળવવા માટેની પણ કવાયત ચાલી રહી છે.
૧૯૪ કરોડના ડ્રગ્સ રેકેટમાં રિસિવર તરીકે લોરેન્સનું નામ સામે આવ્યું
અત્યાર સુધી અલગ અલગ રાજ્યની જેલમાં ફરીને આવેલો લોરેન્સ હવે ગુજરાતની એટીએસની કચેરીમાં લાવવામાં આવ્યો છે. દરિયા સીમામાંથી પકડાયેલા ૧૯૪ કરોડના ડ્રગ્સ રેકેટમાં રિસિવર તરીકે લોરેન્સનું નામ સામે આવ્યું હતી. જે તપાસમાં લોરેન્સની પૂછપરછ જરૂરી હોવાથી લોરેન્સને પટિયાલાથી ગુજરાત લાવવા માટે ટ્રાન્સફર વોરન્ટની પ્રક્રિયા ગુજરાત એટીએસએ હાથ ધરી હતી. ટ્રાન્સફર વોરન્ટથી બિશ્નોઇની કસ્ટડી લીધા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. એનઆઇએ તેમજ રો એટીએસ કચેરી આવીને તેની પૂછપરછ કરશે. લોરેન્સ બિશ્નોઇના આતંકવાદીઓ સાથે સંબંધ છે કે પછી પાકિસ્તાનના ક્યા ડ્રગ્સ માફિયા સાથે સંબંધ છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ