બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Lalu Yadav slandered: ED's raid at daughters' house, investigation going on from Delhi-Mumbai to Patna

એક્શન મોડ / લાલુ યાદવ પર શકંજો કસાયો: દીકરીઓના ઘરે EDની રેડ, દિલ્હી-મુંબઈથી લઈને પટના સુધી ચાલી રહી છે તપાસ

Megha

Last Updated: 11:29 AM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીબીઆઈએ લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરી હતી અને આ પહેલા EDની ટીમે શુક્રવારે પટનામાં પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

  • ઇડીએ દિલ્હી, બિહાર અને યુપીની 15 સ્થળો પર દરોડા પાડ્યા
  • પટનામાં પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાના ઘરે પણ દરોડા પાડ્યા
  • લાલુ અને રાબડી દેવીની કરી પૂછપરછ

ઇડી એ શુક્રવારે લેન્ડ ફોર જોબ સ્કેમમાં મોટી કાર્યવાહી કારી છે. જણાવી દઈએ કે ઇડીએ દિલ્હી, બિહાર અને યુપીની 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને મહત્વની વાત એ છે કે આ દરોડા લાલુ યાદવ અને તેમના નજીકના લોકોના સ્થળો પર પડ્યા છે. નોંધનીય છે કે આ પહેલા સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરી હતી અને આ પહેલા EDની ટીમે શુક્રવારે પટનામાં પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

લાલુ અને રાબડી દેવીની કરી પૂછપરછ
જણાવી દઈએ કે આ પહેલા સીબીઆઈએ સોમવારે પટનામાં રાબડી દેવીના ઘરે તેમની પૂછપરછ કરી હતી અને એ બાદ બીજા દિવસે સીબીઆઈની ટીમ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે પહોંચી હતી જ્યાં CBIએ લાલુ યાદવની ઘણો કલાકો સુધી પૂછપરછ કરી હતી.  લાલુ યાદવ હાલ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે રોકાયા છે. 

શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ? 
લેન્ડ ફોર જોબ સ્કેમનો આ કેસ 14 વર્ષ જૂનો છે, એ સમયે લાલુ યાદવ રેલ મંત્રી હતા. હાલ દાવો કરવામાં આવ્યો છે કે લાલુ યાદવ જે સમયે રેલ મંત્રી હતા એ સમયે રેલવેમાં લોકોને નોકરી આપવાને બદલે જમીન રાઈટ ઓફ કરાવી હતી. મહત્વનું છે કે  લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા. જણાવી દઈએ કે સીબીઆઈએ આ મામલે 18 મેના રોજ કેસ નોંધ્યો હતો. 

રેલ્વેમાં ગ્રુપ ડી પોસ્ટમાં અવેજી તરીકે ભરતી કરવામાં આવી
સીબીઆઈના જણાવ્યા અનુસાર લોકોને પહેલા રેલ્વેમાં ગ્રુપ ડી પોસ્ટમાં અવેજી તરીકે ભરતી કરવામાં આવી હતી અને જ્યારે તેમના પરિવારોએ જમીનનો સોદો કર્યો ત્યારે તેમને નિયમિત કરવામાં આવ્યા હતા. CBIનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડમાં થયો હતો. એટલે કે લાલુ પરિવારે રોકડ ચૂકવીને આ જમીનો ખરીદી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 

સીબીઆઈ રેલ્વેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહી છે. તે જ સમયે, ED મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે. આરજેડી નેતા લાલુ યાદવના ઓએસડી ભોલા યાદવની સીબીઆઈ દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ