બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / KRK: Kamal R Khan is going to join political party,He announced after he came out of jail

મનોરંજન / હું પોલિટિકલ પાર્ટી જોઇન કરું છું: બોલિવૂડના ખાને જેલમાંથી બહાર આવતા જ કર્યું એલાન

Megha

Last Updated: 01:52 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં રહીને આવ્યા પછી તુરંત જ કેઆરકે તેમના જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે. હાલ ફરી કેઆરકેએ એક ટ્વિટ કર્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.

  • જેલમાં રહીને આવ્યા પછી તુરંત જ કેઆરકે તેમના જૂના અંદાજમાં જોવા મળ્યો 
  • 'દેશમાં સુરક્ષિત રહેવા માટે અભિનેતા નહીં નેતા બનવું જરૂરી'
  • ખાલી ખોટા દાવા કરતાં ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે કેઆરકે

કમાલ આર ખાન એટલે કે કેઆરકે પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના એક જૂના ટ્વિટ કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને એ પછી થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. જેલમાં રહીને આવ્યા પછી તુરંત જ કેઆરકે તેમના જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે. હાલ ફરી કેઆરકેએ એક ટ્વિટ કર્યું છે, જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયો છે. 

'દેશમાં સુરક્ષિત રહેવા માટે..' કઇંક આવું કર્યું ટ્વિટ 
કેઆરકેએ બહાર આવતાની સાથે જ ટ્વિટ કરવાનો સિલસિલો શરૂ કરી દીધો છે.  હંમેશા હવામાં વાતો કરતાં અને ખાલી ખોટા દાવા કરતાં કેઆરકેનું નવું સપનું હવે રાજનીતિમાં આવવાનું છે. હાલ કરેલ ટ્વીટમાં KRK એ તેનું નવું ટ્વિટ કરીને નવી ઈચ્છા પ્રગટ કરી છે અને એ ટ્વિટ પર નેટીઝન્સ તેની ઉગ્રતાથી ક્લાસ લઈ રહ્યા છે. એમને ટ્વિટ કરતાં કહ્યું હતું કે, ' હું ટૂંક સમયમાં રાજનીતિમાં જોડાવાનું વિચાર કરી રહ્યો છું, કારણ કે દેશમાં સુરક્ષિત રહેવા માટે  નેતા બનવું જરૂરી છે, અભિનેતા નહીં.'

ખાલી ખોટા દાવા કરતાં ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે 
કેઆરકે હંમેશા ચર્ચામાં રહેવા માટે અલગ અલગ કોઈ દાવા વિના ના ટ્વિટ કરતાં રહે છે. હાલ જેલમાંથી છૂટયા પાછી કેઆરકે એ ટ્વિટ કરતાં એમને કહ્યું કે તેને લોકઅપમાં 10 દિવસ પાણી સાથે વિતાવ્યા અને તેનો 10 કિલો વજન ઘટી ગયો છે. એ ટ્વિટ પર પણ લોકોએ કેઆરકેને ઘણો ટ્રોલ કર્યો હતો. એમ છતાં પણ દાવા વિનાના ટ્વિટ કરવાના સિલસિલાને કેઆરકે બંધ ણથી કરતો. 

તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં કરવામાં આવેલ એક ટ્વીટ માટે KRKની ધરપકડ કરવામાં આવી હતી. તે ટ્વીટમાં કેઆરકેએ દિવંગત અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂર પર ખરાબ કટાક્ષ કર્યો હતો. આ સાથે જ વર્ષ 2019માં એક ફિટનેસ ટ્રેનરની છેડતીના આરોપને કારણે તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ