બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Kolkata Knight Riders replaced Jason Roy with this explosive batsman named phil salt

સ્પોર્ટસ / IPL 2024 પહેલા મોટી રમત: KKRમાં થઈ વિસ્ફોટક બેટરની એન્ટ્રી, Jason Royનું લેશે સ્થાન

Vishal Dave

Last Updated: 08:18 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સે તેને જેસન રોયના સ્થાને ટીમમાં શામેલ કર્યો છે, જેસન રોય અંગત કારણોસર રોય ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં રમવાનો નથી

કોલકાતા નાઈટ રાઈડર્સે એક જબરજસ્ત બેટ્સમેનને ટીમમાં શામેલ કર્યો છે.. આ બેટ્સમેન એટલે ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટ. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને જેસન રોયના સ્થાને ટીમમાં શામેલ કર્યો છે. . જેસન રોય  અંગત કારણોસર રોય ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં રમવાનો નથી. જેથી તેના સ્થાન પર ફિલ સોલ્ટને લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આઇપીએલની નવી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. 

માત્ર રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝ પર સોલ્ટનો ટીમમાં સમાવેશ 

 કોલકાતા નાઈટ રાઈડર્સે જેસન રોયના સ્થાને ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટને ટીમમાં સામેલ કર્યો છે. આઈપીએલની મીની હરાજીમાં આ વખતે સોલ્ટ અનસોલ્ડ રહ્યો હતો.. સોલ્ટ ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. દિલ્હી માટે રમાયેલી 9 મેચોમાં સોલ્ટે 163.91ના સ્ટ્રાઈક રેટથી 218 રન બનાવ્યા હતા. આઈપીએલમાં સોલ્ટની આ બીજી સિઝન હશે. KKRએ માત્ર રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝ પર સોલ્ટને ટીમમાં સામેલ કર્યો છે.

 સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાં ગણના 

ફિલ સોલ્ટની ગણતરી ટી-20 ક્રિકેટમાં ઈંગ્લેન્ડના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાં થાય છે. સોલ્ટમાં  પોતાની તોફાની બેટિંગથી કોઈપણ મેચનો તખ્તો પલટી દેવાની શક્તિ છે. સોલ્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમતી વખતે સતત બે સદી ફટકારી હતી. તેણે આ સદી માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી, જે આ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ દ્વારા સંયુક્ત સૌથી ઝડપી સદી પણ છે.

આ પણ વાંચોઃ IPLના કરોડો ચાહકો માટે ખુશખબર, ઋષભ પંત ફિટનેટ ટેસ્ટમાં પાસ, દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનનું કમબેક

પ્રથમ ટક્કર હૈદરાબાદ સાથે થશે

KKR 23 માર્ચે IPL 2024 ની તેની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ પછી KKR 29 માર્ચે તેની બીજી મેચમાં RCB સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ