બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Kolkata Bangkok Highway: Will be able to drive from Kolkata to Bangkok know

Kolkata Bangkok Highway / હવે બાય રોડ જઈ શકાશે Bangkok: થોડા જ સમયમાં તૈયાર થઈ જશે લાંબો હાઇવે, જાણો ગુજરાતથી જવું હોય તો કયા રસ્તે જવાશે

Megha

Last Updated: 12:50 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર દ્વારા બેંગકોક સુધી મુસાફરી શક્ય બનશે. એશિયાના બે મોટા શહેરો આંતરરાષ્ટ્રીય હાઈવે દ્વારા જોડાવા જઈ રહ્યા છે. આ સાથે જ ભારત અને થાઈલેન્ડની મિત્રતા તેના નિર્માણ સાથે વધુ ગાઢ બનશે.

  • તમે  કાર દ્વારા બેંગકોક સુધી મુસાફરી કરી શકો છો
  • કોલકાતા અને બેંગકોકને જોડશે આ રસ્તો 
  • શું હશે આ રૂટની વિશેષતા? જાણો 

તમે ક્યારેય વિચાર્યું છે કે શું તમે કાર દ્વારા બેંગકોક સુધી મુસાફરી કરી શકો છો? જો નહીં, તો હવે તે શક્ય બનશે. જે લોકો કાર લઈને મુસાફરી કરવી પસંદ છે એમના માટે આ સમાચાર જાણવા જેવા છે. વાત એમ છે કે આ આંતરરાષ્ટ્રીય હાઇવેનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ હાઈવે સમગ્ર એશિયામાં સૌથી ખાસ બનવા જઈ રહ્યો છે કારણ કે એશિયાના બે મોટા શહેરો આંતરરાષ્ટ્રીય હાઈવે દ્વારા જોડાવા જઈ રહ્યા છે. આ સાથે જ ભારત અને થાઈલેન્ડની મિત્રતા તેના નિર્માણ સાથે વધુ ગાઢ બનશે. 

કોલકાતા અને બેંગકોકને જોડશે આ રસ્તો 
જણાવી દઈએ કે આ રોડ BIMSTEC પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવશે. આ ત્રિપક્ષીય હાઇવે હશે, જે આગામી 3 થી 4 વર્ષમાં બનાવવામાં આવશે. મંગળવારે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) અને વિદેશ મંત્રાલય (MEA)ના બિઝનેસ કોન્ક્લેવમાં આ વાત સામે આવી છે. એટલે કે કાર દ્વારા બેંગકોક જવા માંગતા લોકોએ પહેલા કોલકાતા જવું પડશે. આ હાઇવે કોલકાતાથી બેંગકોકના રસ્તાને જોડશે. 

શું હશે આ રૂટની વિશેષતા?
કોલકાતા અને બેંગકોક વચ્ચેનો આ રસ્તો ઘણા દેશોમાંથી પસાર થવાનો છે .
- કોલકાતા અને બેંગકોકને જોડતો આ હાઇવે પ્રોજેક્ટ બંગાળની ખાડી સાથે સંબંધિત પ્રોજેક્ટમાં મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન (BIMSTEC)નું યોગદાન હશે.
આ સાથે ટ્રાન્સપોર્ટ અને રોડ ટ્રાવેલ વધારવા પર ભાર મૂકવામાં આવશે.
- આ પ્રોજેક્ટથી ઘણા દેશો સાથે સંબંધો સુધરશે, વેપાર વધશે અને એશિયાના માર્કેટમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.
- પ્રોજેક્ટની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ હાઈવેના કેટલાક ભાગો પર કામ ચાલી રહ્યું છે. રોડ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેથી આ પ્રોજેક્ટ ટુંક સમયમાં શરૂ થઈ શકે 
- તેના નિર્માણમાં તમુથી કાલેવા સુધી લગભગ 27.28 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થશે.

કઈ જગ્યા પરથી પસાર થશે આ રસ્તો?
ગુવાહાટી
કોહિમા
કોલકાતા
મોરેહ
શ્રીરામપુર
સિલીગુડી

પ્રોજેક્ટમાં કેટલા વર્ષ લાગી શકે?
વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે તાજેતરમાં એક બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ઘણા દેશોના મંત્રીઓએ કોલકાતા-બેંગકોક હાઈવે વિશે વાત કરી છે. થાઈલેન્ડના વિદેશ બાબતોના નાયબ મંત્રીએ જણાવ્યું હતું કે થાઈલેન્ડમાં મોટા ભાગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. મ્યાનમારના વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ત્રિપક્ષીય હાઈવે પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં 2 થી 3 વર્ષનો સમય લાગી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ