બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:55 AM, 8 March 2024
આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ પણ સામે આવી છે. બાબા કેદારનાથના દ્વાર 10મી મેના રોજ સવારે 7 વાગ્યાથી ખુલશે. એ દિવસથી ભક્તો બાબા કેદારનાથના દર્શન કરી શકશે.
ADVERTISEMENT
જાણીતું છે કે હિમવર્ષાના કારણે કેદારનાથના દરવાજા વર્ષમાં છ મહિના બંધ રહે છે. ભગવાન કેદારનાથના કપાટ ખોલવાની પ્રક્રિયા 6 મેથી શરૂ થશે. મંદિર સમિતિએ જણાવ્યું કે પંચમુખી ડોલી 6 મેના રોજ શ્રી કેદારનાથ ધામ માટે રવાના થશે અને 9મી મેની સાંજે કેદારનાથ ધામ પહોંચશે.
કેદારનાથ ધામના કપાટ 15 નવેમ્બર 2023 ના કારતક માસના શુક્લ પક્ષના શુભ અવસર પર સવારે 8.30 કલાકે નિયમો અને અનુસાર બંધ કરવામાં આવ્યું હતું. મંદિરમાં નિયમિત પૂજા અને દર્શન કર્યા બાદ દરવાજા બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ચાર ધામોમાંથી એક બદ્રીનાથના દરવાજા ખોલવાની તારીખ સદીઓથી ચાલી આવતી પરંપરા અનુસાર નક્કી કરવામાં આવે છે. આ વર્ષે બદ્રીનાથ ધામના દ્વાર 12મી મેના રોજ સવારે 6 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.