બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Weather Update in india Snowfall will occur again with rain in the mountains

Weather Update / ઠંડીનો છેલ્લો રાઉન્ડ હજુ બાકી! પહાડોમાં વરસાદ સાથે ફરી થશે હિમવર્ષા, જાણો કયા-કયા વિસ્તારો પર આફતના એંધાણ

Megha

Last Updated: 09:23 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે ત્યાર બાદ ગરમીની અસર શરૂ થશે. આગામી થોડા દિવસોમાં હળવા વરસાદ અને હિમવર્ષા સાથે ઠંડી ફરી એકવાર પાછી ફરી રહી છે.

માર્ચ મહિનામાં પણ ઉત્તર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે અને પહાડોમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં હિમવર્ષા અને ઠંડીથી રાહત મળશે પણ 10 થી 13 માર્ચની વચ્ચે ફરી એકવાર પહાડોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે. 

Tag | VTV Gujarati

વાત એમ છે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. ત્યાર બાદ ગરમીની અસર શરૂ થશે. ઉત્તરાખંડમાં 10 થી 11 માર્ચ દરમિયાન હવામાન ફરી બગડવાનું છે. હળવા વરસાદ અને હિમવર્ષા સાથે ઠંડી ફરી એકવાર પાછી ફરી રહી છે. પહાડોથી મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર જોવા મળશે. હવામાન વિભાગે આગામી સપ્તાહે રાજ્યભરમાં હળવો વરસાદ અને પહાડી વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની આગાહી જારી કરી છે. 

ગત સપ્તાહમાં વરસાદ અને હિમવર્ષા જેવી સ્થિતિ સર્જાયા બાદ ફરી એક વખત હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. રાજ્યમાં ગુરુવારથી રવિવાર સુધી હવામાન બદલાશે. જો કે શુષ્ક હવામાનને કારણે દેહરાદૂનથી હરિદ્વાર સુધી તાપમાન વધી રહ્યું છે.

મેઘરાજા ફરી ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળશે, બનાસકાંઠાથી લઇને છેક દ્વારકા સુધી  બોલાવશે ધડબડાટી! | Rising heat amid rain forecast, with normal rain also  forecast in many areas

હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ ગિલગિટ-બાલ્ટિસ્તાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 11 થી 13 તારીખ સુધી હિમવર્ષા થશે. 13મીએ હિમવર્ષા તેની ટોચે પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તર ભારતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. સાથે જ આ સમયગાળા દરમિયાન દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

વધુ વાંચો: મધમાખી ઉછેરનારો PM મોદીને મળ્યો, બન્નેએ પડાવી સેલ્ફી, પીએમને કીધી આખી કહાની

આગામી 24 કલાકમાં ઓડિશામાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં 10 થી 15 માર્ચ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે હિમવર્ષા થવાની પણ સંભાવના છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update in india Weather update weather Forecast હવામાન અપડેટ હવામાનની આગાહી હિમવર્ષા Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ