બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Know 5 Surprising Health Benefits of Onion Peels
Vidhata
Last Updated: 01:06 PM, 4 April 2024
લગભગ દરેક ઘરમાં ડુંગળીનો ઉપયોગ દરરોજ કરવામાં આવે છે. મોટાભાગની વાનગીઓ બનાવવા માટે જરૂરી સામગ્રીની જેમ ડુંગળી વપરાય છે. લોકો સલાડમાં પણ ડુંગળી ખાવાનું પસંદ કરે છે. ડુંગળી કાચી ખાઓ કે એનું કશું બનાવીને ખાઓ, તે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો કે તમે ડુંગળી તો ખાઓ છો, પણ તેની છાલ ફેંકી દો છો, પરંતુ શું તમે જાણો છો કે આ છાલ પણ ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોય છે? ડુંગળીની છાલ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. ડુંગળીની છાલ વિટામિન A, C, E, કેલ્શિયમ, પોટેશિયમ, ફ્લેવોનોઈડ્સ વગેરે જેવા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તો ચાલો જાણીએ ડુંગળીની છાલના ફાયદા -
ADVERTISEMENT
જો તમને હર્બલ ટી પીવી પસંદ હોય તો એકવાર ડુંગળીની છાલમાંથી બનેલી ચા પીને જુઓ. ડુંગળીની છાલમાંથી બનેલી ચામાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. ડુંગળીની છાલમાંથી બનેલી ચા અન્ય હાઈ કેલરીવાળા ડ્રીંક્સ કરતાં વધુ ફાયદાકારક હોય છે.
ADVERTISEMENT
ડુંગળીની છાલ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી અને ઇ પણ હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે. જો તમને ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓની સમસ્યા થતી હોય તો ડુંગળીની છાલમાંથી બનેલી ચા ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર એન્ટીફંગલ ગુણોથી તમને ફાયદો થશે. આ ચા ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે પરફેક્ટ છે. સાથે જ જો ડૉક્ટરે તમને કોઈ દવા આપી હોય, તો તમારે દવાઓ અચૂક લેવી જોઈએ.
જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તેમના માટે પણ ડુંગળીની છાલ દવાની જેમ કામ કરી શકે છે. કારણ કે ડુંગળીની છાલમાં વધુ માત્રામાં ફ્લેવોનોઈડ્સ હોય છે. ફ્લેવોનોઈડ્સ પોલિફેનોલિક કમ્પાઉન્ડ હોય છે અને કેટલાક અભ્યાસો અનુસાર, તેઓ કોલેસ્ટ્રોલના લેવલને સુધારે છે. આ રીતે તમે હૃદય સંબંધિત બીમારીઓથી પણ બચીને રહી શકો છો.
મેદસ્વી લોકોમાં ફ્લેવોનોઈડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ અથવા લો-ડેન્સીટી લિપોપ્રોટીનને સુધારી શકે છે. સ્થૂળતાથી પીડિત લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાનું જોખમ ઘણું વધારે હોય છે. જે ફ્લેવોનોઈડ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેને ક્વેરસેટીન (Quercetin) કહેવામાં આવે છે. આ ફ્લેવોનોઈડ સારા કોલેસ્ટ્રોલના લેવલને અસર કરતું નથી.
વધુ વાંચો: વધારે ફાંદથી છો પરેશાન? તો રોજ માત્ર 10 મિનિટ સુધી કરો આ કાર્ય, ચરબી ગાયબ!
ડુંગળીની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. આનાથી સીઝનલ ઇન્ફેકશન થવાનું જોખમ પણ ઘણા અંશે ઘટી જાય છે. એવામાં ડુંગળીની છાલમાંથી બનેલી ચા પી શકો છો. જો તમને કોઈ ક્રોનિક રોગ અથવા કોઈપણ પ્રકારની એલર્જી હોય, તો કોઈપણ રીતે ડુંગળીની છાલનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.