બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / kl rahul unlikely to be fit for asia cup 2023 big blow for team india

ક્રિકેટ / Asia Cup 2023 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હજુ સાજો નથી થયો આ સ્ટાર ખેલાડી, ટૂર્નામેન્ટ નહીં લઈ શકે ભાગ!

Manisha Jogi

Last Updated: 09:24 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023 પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી આ ટુર્નામેન્ટનો હિસ્સો નહીં બને. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ઈજાગ્રસ્ત છે.

  • પાકિસ્તાનની મેજબાનીમાં એશિયા કપ 2023 રમવામાં આ
  • 31 ઓગસ્ટથી આ ટુર્નામેન્ટની શરૂઆત
  • એશિયા કપ 2023 પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર

પાકિસ્તાનની મેજબાનીમાં એશિયા કપ 2023 રમવામાં આવશે, 31 ઓગસ્ટથી આ ટુર્નામેન્ટની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ પાકિસ્તાનમાં રમવામાં આવશે અને બાકીની મેચ શ્રીલંકામાં રમવામાં આવશે. એશિયા કપ 2023 પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી આ ટુર્નામેન્ટનો હિસ્સો નહીં બને. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ઈજાગ્રસ્ત છે. 

એશિયા કપ પહેલા ભારતીય ટીમને ઝટકો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કે. એલ. રાહુલ ઈજાગ્રસ્ત હોવાને કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. વેસ્ટઈન્ડિઝના પ્રવાસ દરમિયાન કે. એલ. રાહુલ ટીમનો હિસ્સો નહીં બને. કે. એલ. રાહુલ મેદાન પર વાપસી કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં મહેનત કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર કે. એલ. રાહુલ હજુ સુધી ફિટ થઈ શક્યા નથી અને એશિયા કપ 2023 માટે નહીં રમી શકે. 

IPL 2023 દરમિયાન ઈજા
કે. એલ. રાહુલે IPL 2023માં લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યા હતા, આ દરમિયાન ઈજા પહોંચી હતી. ઈજા થયા પછી IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાંથી બહાર થઈ ગયા હતા અને તેમણે જાંઘની સર્જરી કરાવી પડી હતી. કે. એલ. રાહુલ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનમાં છે. એશિયા કપ પહેલા કે. એલ. રાહુલની વાપસી થશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ હજુ સુધી તેઓ ફિટ થઈ શક્યા નથી. 

ભારતીય ટીમના વિનર્સમાંથી એક 
કે. એલ. રાહુલે છેલ્લે માર્ચ 2023માં ભારતીય ટીમ માટે મેચ રમી હતી. ભારતીય ટીમ માટે અત્યાર સુધી 54 વનડે મેચમાં 1,986 રન ફટકાર્યા છે, જેમાં 5 સદી ફટકારી છે. 47 ટેસ્ટ મેચમાં 33.44ની સરેરાશથી 2,642 રન કર્યા છે. આ દરમિયાન કે. એલ. રાહુલે કુલ 13 અડધી સદી અને 7 અડધી સદી ફટકારી છે. 20 T20 મેચ રમી છે અને તેમાં 2,265 રન કર્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ