બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / kim jong un presents luxurious residence to popular north korean news anchor

વખાણવાલાયક / ઓહોહો! આ તાનાશાહની દાતારી તો જુઓ, મહિલાને મસ્ત બંગલો ભેટ આપ્યો, હાથ ઝાલીને જોવા પણ લઇ ગયો

Premal

Last Updated: 11:21 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન એક વખત ફરીથી ચર્ચામાં છે. જો કે, આ વખતે કારણ ધમકી અથવા મિસાઈલ પરંતુ કઈક બીજુ છે. કિમે સીનિયર ન્યુઝ એન્કર રી ચૂન હીને એક લક્ઝરી મકાન ગિફ્ટ કર્યુ છે. 79 વર્ષીય રી ચૂન હી ઉત્તર કોરિયન ટેલીવિઝનની એક મુખ્ય ચહેરો રહી છે.

  • કિમ જોંગ ઉને ન્યુઝ એન્કરને લક્ઝરી મકાન ગિફ્ટ કર્યુ
  • રી ચુન હીને પિન્ક લેડીના નામથી ઓળખવામાં આવે છે
  • મકાન ગિફ્ટ કરતી વખતે કિમ ઉપસ્થિત રહ્યાં

પિન્ક લેડી કહેવાય છે હૈં રી

એક વેબસાઈટના અહેવાલ મુજબ, રી ચુન હીને પિન્ક લેડીના નામથી ઓળખવામાં આવે છે, કારણકે તે મોટાભાગે પારંપરિક પિન્ક ડ્રેસમાં દેખાય છે. તાનાશાહ કિમ જોંગ ઉન એન્કરને આલીશાન મકાન ગિફ્ટ કરતી વખતે પોતે પણ ઉપસ્થિત રહ્યાં. રાજધાની પ્યોંગયાંગના રિવરસાઈડ એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષમાં આ ઘરને ખાસ કરીને રી ચૂન હી માટે બનાવવામાં આવ્યું છે. 

ગિફ્ટ જોઈ ભાવુક થઈ એન્કર

Korean Central News Agency મુજબ, જ્યારે કિમે ન્યુઝ એન્કરને ઘર ગિફ્ટ કર્યુ તો તે ભાવુક થઇ ગઇ. તેમણે કિમને કહ્યું કે તેમનુ નવુ ઘર તો હોટલ જેવુ છે. જેના પર કિમે તેમને કહ્યું કે તેઓ રાષ્ટ્ર માટે એક ખજાનાની જેમ છે. જેણે લાંબા સમય સુધી એક પ્રેઝન્ટર રૂપમાં કામ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે તેની કારકિર્દીમાં રીએ ઉત્તર કોરિયાની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે સમાચાર વાંચ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ