બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Khalistan terrorist Hardeep Singh Nijjar was killed by pre-planning?

VIDEO / પૂરા પ્રી-પ્લાનિંગથી કરાઇ હતી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા? સામે આવ્યા ચોંકાવનારા ફૂટેજ

Priyakant

Last Updated: 02:56 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardeep Singh Nijjar Murder Latest News: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના નવ મહિના બાદ ઘટનાના કથિત વીડિયો ફૂટેજ

Hardeep Singh Nijjar Murder : કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના નવ મહિના બાદ ઘટનાના કથિત વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ આ વીડિયો દૂર સ્થિત કેમેરામાં કેદ થયો છે. ખાનગી ન્યૂઝે આ વીડિયો 'ધ ફિફ્થ એસ્ટેટ' પરથી મેળવ્યો છે. 'ધ ફિફ્થ એસ્ટેટ' એ કેનેડિયન તપાસ દસ્તાવેજી શ્રેણી છે.  

ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ ફૂટેજને એક કરતા વધુ સ્ત્રોત દ્વારા ચકાસવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની અલગતાવાદી નિજ્જરની ગયા વર્ષે જૂનમાં કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી. જેના કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો. કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો હતો કે, તેના એજન્ટોએ નિજ્જરની હત્યા કરી હતી. ભારતે આ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 

નિજ્જરની હત્યાનો વીડિયો
આ તરફ હવે નિજ્જરની હત્યાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નિજ્જર તેની ગ્રે કલરની ડોજ રામ પીકઅપ ટ્રકમાં ગુરુદ્વારાના પાર્કિંગમાંથી નીકળી રહ્યો છે. પાર્કિંગની બાજુની લેનમાં તેની સાથે એક સફેદ સેડાન કાર પણ ફરતી જોવા મળે છે. જ્યારે તે બહાર નીકળવાની નજીક પહોંચે છે, ત્યારે નિજ્જરની સામે એક સફેદ કાર આવે છે અને તેની ટ્રકને રોકે છે. ત્યારપછી બે માણસો ટ્રક પાસે દોડી જાય છે અને નિજ્જરને ગોળી મારીને ઘટનાસ્થળેથી ભાગી જાય છે. ન્યૂઝના અહેવાલો મુજબ હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરીમાં ભાગી જતા જોવા મળે છે. 

નોંધનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે નિજ્જરની હત્યા સાથે સંબંધિત કોઈ વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયો સામે આવ્યા બાદ ખાલિસ્તાનીઓમાં ગભરાટનો માહોલ છે. અગાઉ અમેરિકાએ ભારતીયો પર અન્ય ખાલિસ્તાની આતંકવાદી પન્નુની કથિત હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. યુએસ સરકારના વકીલોએ દાખલ કેસમાં દાવો કર્યો હતો કે પન્નુની હત્યા માટે જે વ્યક્તિને રાખવામાં આવ્યો હતો તેને નિજ્જરની હત્યાનો વીડિયો બતાવવામાં આવ્યો હતો. 

વધુ વાંચો : ના હોય... માત્ર ઓનલાઇન પ્રમોશન પાછળ પોલિટિકલ પાર્ટીઓ કરે છે આટલો બધો ખર્ચ! જાણો ડેટા

ગયા વર્ષે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિજ્જરની હત્યામાં ભારતની શંકાસ્પદ સંડોવણી અંગેના આક્ષેપોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો તિરાડ પડ્યો હતો. ભારતે આ આરોપોને "વાહિયાત અને પાયાવિહોણા" ગણાવીને નકારી કાઢ્યા હતા. ભારતે એમ પણ કહ્યું છે કે, કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના તેના દાવાને સમર્થન આપવા માટે ક્યારેય કોઈ પુરાવા કે માહિતી શેર કરી નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ