બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / kerala woman jilumol mariet thomas born without hands gets four wheeler driving license

ના હોય! / VIDEO: જન્મથી જ બંને હાથ નહોતા, છતાં આવડત એવી કે મળી ગયું ડ્રાઇવિંગ લાયસન્સ... ભારતની આ દીકરીની અસાધારણ ઉપલબ્ધિ જોઈ ગર્વ થશે

Arohi

Last Updated: 01:51 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Handicapped Driving Licence: મૂળ રીતે કેરળના ઈડુક્કીની રહેનાર જિલુમોલ મેરિએટ એશિયાની પહેલી એવી મહિલા બની ગઈ છે જેના હાથ ન હોવા છતાં તેને ફોર વ્હીલરનું ડ્રાઈવિંગ લાયસન્સ મળ્યું છે.

  • જન્મથી જ ન હતા બન્ને હાથ 
  • છતાં આ રીતે મેળવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ 
  • જાણો કેરળની મહિલાની અસાધારણ કહાની

કેરળથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાને જન્મથી જ બન્ને હાથ ન હોવા છતાં તેના સપનાને રાજ્ય સરકાર અને એક સ્થાનીક સ્ટાર્ટ-અપની નવી ઉડાન આપી. 

હાથ વગર જન્મેલી જિલુમોલ મેરિએટનું સપનું આખરે તે સમયે પુરૂ થયું જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પલક્કડમાં એક કાર્યક્રમ વખતે તેમને ડ્રાઈવિંગ લાયસન્સ સોંપ્યું. મેરિએટનો જ્યારે જન્મ થયો હતો તે સમયથી જ તેમના હાથ ન હતા પરંતુ તેમની ઈચ્છા હતી કે એક દિવસ તે ગાડી ચડાવે અને તેમને કાયદા દ્વારા તેની સંપૂર્ણ પરવાનગી મળે. 

જાણકારી અનુસાર ઈડુક્કીની મૂળ નિવાસી જિલુમોલ મેરિએટ એશિયાની પહેલી એવી મહિલા પણ બની ગઈ છે જેના હાથ ન હોવા છતાં તેમને ડ્રાઈવિંગ લાયસન્સ મળ્યું છે. હવે તે ફોર વ્હીલર વાહન ચલાવી શકે છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને શનિવારે પલક્કડમાં એક કાર્યક્રમ વખતે મેરીએટને ડ્રાઈવિંગ લાયસન્સ સોંપ્યું. 

ડ્રાઈવિંગ લાયસન્સ માટે કરી ખૂબ મહેનત 
કોચ્ચિમાં ગ્રાફિક આર્ટ ડિઝાઈનરના રૂપમાં કામ કરનાર બત્રીસ વર્ષીય જિલુમોલ મેરિયટ થોમસ છેલ્લા થોડા વર્ષોથી ફોર વ્હીલર ડ્રાઈવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરી રહી હતી. તેના માટે તે લાંબા સમયથી વાહન ચલાવવાની ટ્રેનિંગ પણ લઈ રહી હતી. આ સમયે કેચ્ચિ બેસ્ટ એક સ્ટાર્ટ-અપ ફર્મ વી ઈનોવેશને તેમના સપનાને નવી ઉડાન આપી. 

કેવી રીતે ચલાવે છે કાર? 
મહિલા કાર ચલાવવા માટે પોતાના બન્ને પગનો ઉપયોગ કરે છે. પોતાના પગથી તે સ્ટીયરિંગ વ્હીલ સંભાળે છે અને કુશળતાથી કારને ડ્રાઈવ કરે છે. તેમણે પોતાને દરેક પરિસ્થિતિથીમાં તૈયાર રહેવા માટે મજબૂત બનાવી છે અને તે પોતાના પગથી જ પેપર પર સિગ્નેચર પણ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ