બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kerala HC declares unconstitutional stipulation of 1-yr separation or more for filing divorce plea

ન્યાયિક / શું 1 વર્ષ અલગ રહ્યાં પછી જ કપલ લઈ શકે છૂટાછેડા? હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Hiralal

Last Updated: 05:54 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે લગ્ન બાદ છૂટાછેડા લેવા માટે પતિ અને પત્નીના એક વર્ષ અલગ રહેવાની જોગવાઈને મૌલિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

  • કેરળ હાઈકોર્ટે છૂટાછેડા પર આપ્યો મહત્વનો ચુકાદો
  • છૂટાછેડા લેવા માટે 1 વર્ષ અલગ રહેવું જરુરી નથી
  • અલગ રહેવાની જોગવાઈ મૌલિક અધિકારોના ઉલ્લંઘન સમાન 

કેરળ હાઈકોર્ટે છૂટાછેડા માટે એક વર્ષ સુધી અલગ અલગ રહેવાની જોગવાઈને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે અરસપરસ સહમતિથી છૂટાછેડા લેવા માટે એક વર્ષની રાહ જોવી ગેરબંધારણીય છે. હાઈકોર્ટે અરસપરસ સહમતિથી પતિ અને પત્નીની વચ્ચે 1 વર્ષના સમયગાળાની જોગવાઈને મૌલિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું અને તેને ગેરકાયદેસર માની છે. કોર્ટે કહ્યું કે ભારતીય છૂટાછેડા અધિનિયમ, 1869 ની કલમ 10 એ હેઠળ પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરવા માટે એક વર્ષ કે તેથી વધુ સમય માટે અલગ થવાનો નિર્ણય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

સમાન લગ્ન સંહિતા પર ગંભીરતાથી વિચાર કરવાનો કેન્દ્રને નિર્દેશ 
જસ્ટીસ એ.મોહમ્મદ મુસ્તાક અને જસ્ટીસ  શોભા અન્નામ્મા એપેનની ખંડપીઠે કેન્દ્ર સરકારને વૈવાહિક વિવાદોમાં પતિ-પત્નીના સામાન્ય કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં સમાન લગ્ન સંહિતા પર ગંભીરતાથી વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

છૂટાછેડા માટે 1 વર્ષ અલગ રહેવું જરુરી નથી-હાઈકોર્ટ
કેરળની એર્નાકુલમ ફેમિલી કોર્ટે એક કપલને એવો નિર્દેશ આપ્યો હતો કે છૂટછેટા લેવા માટે તેમણે 1 વર્ષ સુધી અલગ રહેવું જરુરી છે તો જ તેઓ છૂટાછેડા લેવા માટે હકદાર છે. છૂટા પડવા માગતા કપલે ફેમિલી કોર્ટનો આ નિર્દેશ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેમની અરજીનો નિકાલ કરતા હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો ફગાવી દઈને કપલને છૂટાછેડાની અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ