બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Keep these things in mind before making Aadhaar Card of newborn child, the work will be done quickly

તમારા કામનું / નવજાત બાળકનું Aadhaar Card બનાવતા પહેલા આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, ફટાફટ કામ થઇ જશે પૂર્ણ

Megha

Last Updated: 02:03 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારૂ બાળક પાંચ વર્ષથી ઓછી ઉંમરનું છે તો તમે તેનુ બાળ આધાર બનાવી શકો છો. બાળકો માટે ઈશુ કરવામાં આવતા આધાર વાદળી રંગના હોય છે.

  • આધાર કાર્ડ ફક્ત એક દસ્તાવેજ નથી પરંતુ ઓળખ પત્ર છે
  • UIDAI બાળકોના આધાર બનાવવાની સુવિધા પણ આપે છે
  • બાયોમેટ્રિક કરાવવાની જરૂર નથી 

બાળક હોય કે કોઈ મોટું વ્યક્તિ હોય દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આધાર કાર્ડ ફક્ત એક દસ્તાવેજ નથી પરંતુ ઓળખ પત્ર છે. કોઈ પણ નાણાકીય લેવડદેવડ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર ખૂબ જ જરૂરી છે. આધારમાં ન ફક્ત તમારા સરનામાની જાણકારી હોય છે. પરંતુ તેમાં વ્યક્તિના બાયોમેટ્રિકની જાણકારી પણ હોય છે. આધાર કાર્ડ ઈશુ કરનાર સંસ્થા UIDAI બાળકોના આધાર બનાવવાની સુવિધા પણ આપે છે. 

વાદળી રંગનું હોય છે આધાર કાર્ડ 
જો તમારૂ બાળક પાંચ વર્ષથી ઓછી ઉંમરનું છે તો તમે તેનુ બાળ આધાર બનાવી શકો છો. બાળકો માટે ઈશુ કરવામાં આવતા આધાર વાદળી રંગના હોય છે. બાલ આધાર માટે બાળકોની ઓળખની જરૂર નથી હોતી. ત્યાં તેમને તેમના માતા પિતાની સાથે જવાનું હોય છે. પરંતુ બાળકોના પાંચ વર્ષના થવા પર તેમને આધાર સેન્ટર લઈ જઈને તેમની આધાર સંખ્યાથી બાયોમેટ્રિકનું વિવરણ રજીસ્ટ્રર કરવાનું રહે છે. 

બાયોમેટ્રિક કરાવવાની જરૂર નથી 
5 વર્ષથી નાની ઉંમરના બાળક માટે આધાર કાર્ડ નોંધણી કેન્દ્રમાં જઈને બાળકનાં નામનું એક ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મની સાથે જન્મ પ્રમાણ પત્ર અને માતા/પિતાનાં આધાર કાર્ડની નકલ આપવાની હોય છે. સાથે જ ઓરિજિનિલ આધાર કાર્ડ રાખવું જોઈએ. 5 વર્ષથી નાનાં બાળકનું આધારકાર્ડ બનાવવા માટે બાયોમેટ્રિક કરાવવાનું જરૂરી નથી. એટલે કે 5 વર્ષથી નાનાં બાળકની ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન કરવામાં આવતાં નથી. માત્ર તેનાં એક ફોટોની આવશ્યકતા હોય છે. બાળ આધાર સાથે માતા પિતામાંથી કોઈ એકનું આધાર લિંક કરવું પડે છે. 

UIDAI એ આપી જાણકારી 
આ વિશે UIDAIએ ટ્વિટર પણ જાણકારી આપે છે કે, બાળકો માટે બાળ આધાર બનાવવું જોઈએ. આ આધાર કાર્ડ 5 વર્ષથી નાની ઉંમરા બાળકો માટે બનાવવામમાં આવે છે. બાળકો માટે વાદળી રંગનુ આધાર કાર્ડ બને છે અને બાળક 5 વર્ષનું થાય એટલે એ અમાન્ય થઈ જાય છે. જેથી તેને પોતાની નજીકના સ્થાયી આધાર કેન્દ્રમાં જઈને આ આધાર નંબર સાથે નોંધાયેલા બાળકની બાયોમેટ્રિક વિગતો રજિસ્ટર્ડ કરાવવી પડશે.

આ છે બાળ આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ
5 વર્ષથી નાની ઉંમરના બાળક માટે આધાર કાર્ડ નોંધણી કેન્દ્રમાં જઈને બાળકનાં નામનું એક ફોર્મ ભરવાનું હોય છે.
ફોર્મની સાથે જન્મ પ્રમાણ પત્ર અને માતા/પિતાનાં આધાર કાર્ડની નકલ આપવાની હોય છે.
સાથે જ ઓરિજિનિલ આધાર કાર્ડ રાખવું જોઈએ.
5 વર્ષથી નાનાં બાળકનું આધારકાર્ડ બનાવવા માટે બાયોમેટ્રિક કરાવવાનું જરૂરી નથી.
5 વર્ષથી નાનાં બાળકની ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન કરવામાં આવતાં નથી. માત્ર તેનાં એક ફોટોની આવશ્યકતા હોય છે.
બાળ આધાર સાથે માતા પિતામાંથી કોઈ એકનું આધાર લિંક કરવું પડે છે.
વેરિફિકેશન અને રજિસ્ટ્રેશન બાદ કન્ફર્મેશન મેસેજ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલાશે.
એ પછી 60 દિવસની અંદર માતા પિતાના રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલી દેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ