બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kedarnath-Badrinath pilgrimage stops in Srinagar: 4-day alert declared due to continuous snowfall

BIG BREAKING / કેદારનાથ-બદ્રીનાથની યાત્રા શ્રીનગરમાં સ્ટોપ: સતત હિમવર્ષાને લઇ 4 દિવસનું એલર્ટ જાહેર

Priyakant

Last Updated: 03:50 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Char Dham Yatra Stop News: સોમવારે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા અને વરસાદ થયો હોઈ સાવચેતીના પગલા તરીકે ચાર ધામ યાત્રાને રોકી દેવામાં આવી

  • ચારધામ યાત્રાને લઈ એક મોટા સમાચાર
  • બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા અને વરસાદ 
  • સાવચેતીના પગલા તરીકે ચાર ધામ યાત્રાને રોકી દેવાઈ 

ચારધામ યાત્રાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં અવિરત વરસાદ અને હિમવર્ષા પ્રશાસનની સાથે-સાથે મુસાફરો માટે પણ મુસીબત બની ગઈ છે. હવામાન અહીં યાત્રાળુઓની કસોટી કરી રહ્યું છે. આ તરફ હવે સોમવારે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા અને વરસાદ થયો હતો. જેને લઈ હવે સાવચેતીના પગલા તરીકે ચાર ધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ શ્રીનગરમાં મુસાફરોને રોકી દેવામાં આવ્યા છે.

ચારધામ યાત્રાને લઈ પૌડીના એસએસપી શ્વેતા ચૌબેએ જણાવ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથમાં સતત હિમવર્ષા અને ભારે વરસાદને કારણે બદ્રીનાથ અને કેદારનાથ જતા તીર્થયાત્રીઓને શ્રીનગર ગઢવાલમાં રોકી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી હવામાન સાફ ન થાય ત્યાં સુધી મુસાફરોને શ્રીનગરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે પણ જાહેર કર્યું છે એલર્ટ 
ઉત્તરાખંડમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અહીં કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રીઓના મતે 1 મેથી 4 મે દરમિયાન હવામાન ખરાબ રહેશે. સોમવારે પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે અહીં ઠંડી વધી ગઈ છે.  

મુસાફરોને મુશ્કેલી 
બરફના કારણે માર્ગ બંધ થવાના ભયને કારણે, મુસાફરોને પહેલાથી જ શ્રીનગરમાં રોકી દેવામાં આવ્યા છે. મુસાફરોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી આગળ ન વધો. જોકે વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે, શ્રીનગરમાં મુસાફરોના રોકાવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ