બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kartik Aaryan, Tara Sutaria spark dating rumours after a video from their dinner date goes viral

બોલીવુડ લફરું / VIDEO : સારા અલી ખાન સાથે બ્રેકઅપ બાદ હોટ હિરોઈન સાથે પ્રેમમાં પડ્યો કાર્તિક આર્યન, વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 05:16 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના હેન્ડસમ એક્ટર કાર્તિક આર્યન એક્ટ્રેસ તારા સુતારિયા સાથે રિલેશનમાં હોવાની અફવા ઉડી છે.

  • એક્ટર કાર્તિક આર્યન હવે તારા સુતારિયા સાથે રિલેશનમાં હોવાની ઉડી અફવા
  • મુંબઈમાં ખાનગીમાં સાથે ગયા ડિનર ડેટ પર 
  • વીડિયો થયો વાયરલ, સારા અલી ખાન સાથે થયું છે બ્રેકઅપ 

સારા અલી ખાન સાથે બ્રેકઅપ પછી હવે બોલિવડના હેન્ડસમ હીરો કાર્તિક આર્યન બોલીવુડની બીજી એક્ટ્રેસના પ્રેમમાં હોવાની ચર્ચા ઉપડી છે. લોકો પાસે ચર્ચા કરવાનું કારણ પણ છે કારણ કે કાર્તિકનો એક એક્ટ્રેસ સાથે ડિનર ડેટ પર જવાનો વીડિયો વાયરલ થયો છે. ડેટિંગ અને પછી સારા અલી ખાન સાથે બ્રેકઅપના સમાચાર બાદ હવે કાર્તિકનું નામ બોલિવૂડની વધુ એક સુંદર હસીના સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ બન્નેને ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન બંનેએ મીડિયા સામે એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HT City (@htcity)

તારા સુતારિયા સાથે કાર્તિક આર્યનનું ડિનર ડેટ 
આર્યન સાથે જે છોકરીની વાત કરી રહ્યાં છીએ, તે બીજું કોઇ નહીં પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા છે. ગઈ કાલે રાતે કાર્તિક અને તારા મુંબઈની એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં. રિપોર્ટ્સ અનુસાર, બંને ડિનર ડેટ પર ગયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન બંનેનો એક વીડિયો સામે આવ્યો છે. કાર્તિકે વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું, જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ સાથે જ તારાએ બ્લેક ટોપ અને લેપર્ડ પ્રિન્ટ સ્કર્ટ કેરી કર્યું હતું. તારા આ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Snehkumar Zala (@snehzala)

 ડિનર ડેન બાદ બહાર આવીને એકબીજાને ભેટ્યાં 
તારા સુતરિયા અને કાર્તિક આર્યન જ્યારે ડિનર ડેટ બાદ બહાર આવ્યા ત્યારે મીડિયાએ તેમને ઘેરી લીધા હતા. આ પછી કારમાં જતાં પહેલાં રસ્તામાં બંને એકબીજાને ભેટી પડ્યાં હતાં. આ વીડિયો સામે આવતા જ તેમની વચ્ચે ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી રહ્યા છે. બંનેએ ક્યારેય કોઈ પણ ફિલ્મમાં સાથે સ્ક્રીન રોલ નથી કર્યો, પરંતુ બંને એકબીજાના સારા મિત્રો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. આના પર કોમેન્ટ કરીને યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને બંનેની જોડીના વખાણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ