Kartik Aaryan Gets A New Haircut: બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ચંદૂ ચેમ્પિયનને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની આ ફિલ્મ માટે નવા હેરકટ કરાવતા જોવા મળી રહ્યા છે.
કાર્તિક ફિલ્મ 'ચંદૂ ચેમ્પિયન'ને લઈને ચર્ચામાં
ફિલ્મ માટે એક્ટરે કરાવ્યા નવા હેરકટ
ઝાડ નીચે બેસીને હેરકટ કરાવતો વીડિયો વાયરલ
બોલિવુડના હેન્ડસમ હંક કાર્તિક આર્યન 'સત્યપ્રેમ કી કથા' બાદ હવે 'ચંદૂ ચેમ્પિયન' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને તે સતત ચર્ચામાં છે. ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઈ ચુકી છે આ વચ્ચે કાર્તિકે આ ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેની હાલ ચર્ચા થઈ રહી છે.
ઝાડની નીચે બેસીને કાર્તિકે કપાવ્યા વાળ
કાર્તિકે જે વીડિયો શેર કર્યો છે તેમાં તમે જોઈ શકો છો કે એક્ટર ઝાડની નીચે એક ખુર્શી પર બેસીને પોતાના વાળ કપાવી રહ્યા છે. કાર્તિક બિલકુલ મસ્ત અંદાજમાં બેસી વાળ કપાવી રહ્યા છે.
ત્યાં જ તેમની નવી ફિલ્મ 'ચંદૂ ચેમ્પિયન'થી તેમનો નવો લુક પણ જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયોમાં કાર્તિકના લુકથી વધારે જે વસ્તુએ લોકોનું ધ્યાન પોતાની બાજુ કર્યું છે તે છે ઝાડની નીચે બેસીને વાળ કપાવવું અને પ્રાઈઝ લિ્સટ.
આ હેરકટની પ્રાઈઝ જોઈને ફેંસ કમેન્ટમાં સ્માઈલ વાળુ ઈમોજી શેર કરી રહ્યા છે. ત્યાં જ અમુક ફેંસ કમેન્ટમાં એક્ટરના વખાણ કરી રહ્યા છે. ઘણા તેમને ડાઉન ટૂ અર્થ કહી રહ્યા છે તો ઘણા કામ માટે તેને ડેડિકેટેડ ગણાવી રહ્યા છે.