બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Karnataka school student beats up Headmaster with sticks over harassment

ઘટના / VIDEO : હોસ્ટેલમાં હવસખોર હેડમાસ્તર પર ડંડા લઈને તૂટી પડી છોકરીઓ, મારી મારીને અધમૂઓ કર્યો

Hiralal

Last Updated: 06:29 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના મંડ્યા જિલ્લાની એક છાત્રાલયમાં ગંદી હરકત અને છેડતીથી કંટાળેલી છોકરીઓ હેડમાસ્તરની ડંડા વડે પીટાઈ કરી હતી.

  • કર્ણાટકના મંડ્યા જિલ્લાની એક છાત્રાલયની ઘટના
  • છોકરીઓએ હેડમાસ્તરની કુટાઈ કરી
  • હેડમાસ્તરની છેડતી અને ગંદી હરકતોથી કંટાળી હતી

વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવાની જવાબદારી જેમના શિરે છે તેવા શિક્ષકો પોતાના ગંદા કૃત્યોથી સમાજને શર્મસાર કરી રહ્યા છે. કર્ણાટકના માંડ્યા જિલ્લાના કટેરી ગામના એક શિક્ષક છેલ્લા ઘણા સમયથી છોકરીઓ સાથે ગંદી વાતો કરતો હતો અને તેમની છેડતી કરતો હતો. આખરે એક દિવસ બધી છોકરીઓએ ભેગી મળીને હેડમાસ્તરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું અને એક દિવસ તેમણે તેમના પ્લાનનો અમલ કર્યો અને લાગ મળ્યે સાવરણી અને લાકડીઓ લઈને હેડમાસ્તરને મેથીપાક ચખાડ્યો હતો. 

છાત્રાલયમાં શું બન્યું 
પોલીસના જણાવ્યા અનુસાર, ગર્લ્સ હોસ્ટેલનો હવાલો સોંપાયેલો આરોપી હેડમાસ્તર દરરોજ સાંજે ત્યાં આવતો હતો અને વિદ્યાર્થિનીઓને તેના રૂમમાં બોલાવીને છેડતી કરતો હતો અને તેમની સાથે ગંદી- ગંદી વાતો કરતો હતો.  વિદ્યાર્થીઓનો આરોપ છે કે આરોપી હેડમાસ્ટર તેમને અશ્લીલ વીડિયો જોવા અને અયોગ્ય રીતે સ્પર્શ કરવા માટે દબાણ કરતા હતા. તેમણે ધમકી આપી હતી કે, જો વિદ્યાર્થીઓ આ બાબતે કંઇ પણ જાહેર કરશે તો તેમના ટ્રાન્સફર સર્ટિફિકેટ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવશે.

હવસખોર હેડમાસ્તરને છોકરીએ પર કર્યો રેપનો પ્રયાસ 
વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેઓ વર્ષોથી હેડમાસ્તરની આવી હરકત વેઠી રહી છે. બુધવારે સાંજે આરોપી હેડમાસ્ટરે એક વિદ્યાર્થિનીને હોસ્ટેલમાં પોતાના રૂમમાં બોલાવી હતી અને તેની સાથે યૌન શોષણનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પીડિતાએ મદદ માટે ચીસો પાડી તો તમામ છોકરીઓ તેના બચાવમાં આવી અને આરોપીનો પીછો કર્યો અને ઝાડુ અને લાકડીઓથી માર માર્યો. ગ્રામજનો પણ છાત્રાલય નજીક એકઠા થયા હતા અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેઆરએસ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને કસ્ટડીમાં લીધો હતો. ગર્લ્સ હોસ્ટેલ વોર્ડનની ફરિયાદ પર તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ