બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / karnatak election: JDS kumarswami the king maker party, reason behind the politics

રાજનીતિ / કર્ણાટકની કિંગમેકર એટલે JDS: ભાજપ-કોંગ્રેસ કરતાં ઓછી સીટો છતાં બે વાર બન્યા CM, આ વખતે કોની જોડે જશે?

Vaidehi

Last Updated: 07:17 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થવાનાં છે ત્યારે એ જાણવું જરૂરી છે કે ત્રીજા ક્રમ પર આવનારી JDSનાં આ નેતા જ 2 વખત CM બની ચૂક્યાં છે. JDSનું કિંગમેકર બન્યા પાછળનું કારણ શું છે?

  • કર્ણાટક ચૂંટણીનાં પરિણામો આજે થશે જાહેર
  • સીટો ન જીતવા છતાં CM તો JDSનાં નેતા જ બને છે
  • કોંગ્રેસ-ભાજપ સાથે ગઠબંધન કરીને JDS પોતાના CM બનાવવામાં સફળ રહે છે

કર્ણાટકમાં ફરી એકવાર JDSનાં કિંગમેકર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 10માંથી 5 એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાઓ દર્શાવી રહ્યાં છે. આજે એટલે કે 13મેનાં રોજ આ ચૂંટણીનાં પરિણામો જાહેર થવા જઈ રહ્યાં છે જેના બાદ બધું જ સ્પષ્ટ થઈ જશે. પરંતુ એક પ્રશ્ન યથાવત રહેશે કે ત્રીજા નંબર પર આવનારી JDS પહેલા પણ 3 વખત સરકાર બનાવી ચૂકી છે. મોકાનો ફાયદો ઊઠાવીને 2 વખત તો JDSનાં જ મુખ્યમંત્રી પણ બન્યાં છે. ત્યારે આવું શા માટે બની રહ્યું છે તે જાણીએ...

કોણ છે એચ.ડી. દેવગૌડા?
H.D.Devegowdaનું રાજનૈતિક કરિયર વર્ષ 1962માં શરૂ થયું હતું. ત્યારે તે પહેલીવખત અપક્ષમાંથી વિધાયક બન્યાં હતાં. ત્યારબાદ કોંગ્રેસ O, જનતા પાર્ટી, જનતા પાર્ટી JPમાં ઉમેદવાર રહ્યાં બાદ તેમની રાજનીતિ તેમને જનતા દળ સુધી ખેંચી આવી. વર્ષ 1994માં દેવગૌડા કર્ણાટકમાં જનતા દળને પહેલીવખત સત્તામાં લઈ આવવામાં સફળ રહ્યાં હતાં અને 1996માં લોકસભા ચૂંટણીમાં જનતા દળને 46 સીટો મળી હતી. જનતા દળ, સમાજવાદી પાર્ટી અને DMK જેવી 13 પાર્ટીઓએ યૂનાઈટેડ ફ્રંટનું ગઠન કરીને તેમને પ્રધાનમંત્રી બનાવી દીધા હતાં.

JDSનાં કુમારસ્વામી પહેલીવખત બન્યા CM
વર્ષ 1999માં દેવગૌડાએ જનતા દળ ( સેક્યુલર)ની સ્થાપના કરી. તેમની પાર્ટીનો મુખ્ય આધાર દક્ષિણી કર્ણાટકમાં છે. JDS પહેલીવખત વર્ષ 2004માં કિંગમેકર બની. પાર્ટીએ કોંગ્રેસની સાથે મળીને પોતાની સરકાર બનાવી હતી. ત્યારે કુમારસ્વામી પહેલીવખત CM બન્યાં હતાં. 2004નાં ઈલેક્શનમાં પાર્ટીએ 58 સીટો જીતી. આ ચૂંટણીમાં ભાજપે 79 સીટો જ્યારે કોંગ્રેસે 65 સીટો જીતી હતી. કોંગ્રેસ અને JDS મળીને સરકાર બનાવી હતી. અને આવીરીતે JDS કિંગ મેકર બની.

સિદ્ધારમૈયા કોંગ્રેસથી 2013માં મુખ્યમંત્રી બન્યાં
કુમારસ્વામીએ કોંગ્રેસ અને ભાજપનો સાથ છોડ્યાં બાદ JDSનો હાથ પકડ્યો હતો. 2003થી 2008ની વચ્ચે JDSમાં 2 મોટી ઘટના હની જેમાં એક છે 2004માં ,સિદ્ધારમૈયાની CM બનવાની આશા હતી પરંતુ તેઓ ડેપ્યુટી CM બન્યાં અને 2 વર્ષમાં તેમને સમજાઈ ગયું કે કુમારસ્વામીનાં લીધે તેમના આગળ વધી શકશે નહીં.  રાજનૈતિક કારણોસર દેવગૌડાએ તેમને પાર્ટીથી કાઢી દીધાં અને આ જ સિદ્ધારમૈયા કોંગ્રેસથી 2013માં મુખ્યમંત્રી બન્યાં.

BJPની બની સરકાર
બીજી ઘટના લિંગાયત સમુદાય JDSથી નારાજ થયું હતું તેની છે. 2006માં JDSએ BJP સાથે મળીને 20-20 મહિનાનાં ફોર્મ્યુલો નક્કી કર્યો જેના બાદ મંત્રી પદો માટે મતભેદ થયાં. તે સમયે JDS કુમારસ્વામી ભાજપનાં સમર્થનમાં આવી નહી. જેના લીધે BJPમાંથી આવતાં યેદિયુરપ્પા જે લિંગાયત સમુદાયમાંથી આવે છે તેમને લોકોનું વધારે સમર્થન મળવા લાગ્યું.  જેથી JDSની વોટબેંક તૂટવા લાગી. આ સમયે BJP દક્ષિણમાં પહેલી વખત વિજેતા બની હતી.

2018માં ફરી JDSનાં કુમારસ્વામી બન્યાં મુખ્યમંત્રી
આ ચૂંટણીમાં BJPને 104, કોંગેસને 80 અને JDSને 37 સીટો મળી હતી. ફરી એકવાર અહીં JDSથી કુમારસ્વામી કોંગ્રેસ સાથે હાથ મળાવી અને CM બન્યાં હતાં. JDS એવી પાર્ટી છે કે જે 2 વાર મુખ્યમંત્રી બનાવી ચૂકી છે એને એ પણ સીટો જીત્યા વિનાં! 2019 માં રાજનીતિમાં ફરી પલટો આવ્યો કારણકે કોંગ્રેસનાં 15 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું. જેના બાદ ફ્લોર ટેસ્ટમાં પણ પાર્ટી 99-105થી હારી ગઈ અને સરકાર પડી ગઈ . જેના બાદ ગર્વનરે BJPનાં યેદિયુરપ્પાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું અને ભાજપની સરકાર બની.

2023ની કર્ણાટકની ચૂંટણીનું જે પણ પરિણામ આવે BJP કે કોંગ્રેસ, એ તો સ્પષ્ટ છે કે તેને JDS પાસેથી મદદ લેવી જ પડશે. આવી સ્થિતિમાં JDS પોતાનાં નેતાને CM બનાવવામાં સફળ રહી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ