બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Bollywood / kapoor family will not celebrate ganesh chaturthi after selling rk studio

નિર્ણય / 70 વર્ષ બાદ કપૂર ખાનદાનમાં નહીં મનાવાય ગણેશ ચતુર્થી, રણધીર કપૂરે જણાવ્યું આ કારણ

Krupa

Last Updated: 02:28 PM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 70 વર્ષથી કપૂર ખાનદાનમાં ગણેશોત્સવ મનાવવાની પરંપરા ચાલતી આવી છે. આ વખતે ફેન્સ માટે ખરાબ સમાચાર છે. આ વખતે કપૂર ખાનદાનમાં 'ગણપતિ બાપા મોર્યા'નો અવાજ સાંભળવા મળશે નહીં.

ગણેશ ચતુર્થીનો તહેવાર 2 સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે. બોલીવુડમાં ઘણા સેલેબ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે પરંતુ દરેક લોકોની નજર કપૂર ખાનદાનના ગણેશોત્સવ પર હોય છે. છેલ્લા 70 વર્ષથી કપૂર ખાનદાનમાં ગણેશોત્સવ મનાવવાની પરંપરા ચાલતી આવી છે. આ વખતે ફેન્સ માટે ખરાબ સમાચાર છે. આ વખતે કપૂર ખાનદાનમાં 'ગણપતિ બાપા મોર્યા'નો અવાજ સાંભળવા મળશે નહીં. 

કપૂર પરિવાર આરકે સ્ટૂડિયોમાં મોટી ભવ્યતાથી આ ફંક્શન ઊજવતા હતા. હવે આરકે સ્ટૂડિયો વેચાઇ ચુક્યો છે. રણધીર કપૂરે ગણેશ  ઉત્સવને લઇને કહ્યું છે કે એમના પિતાજી રાજ કપૂરના આરકે સ્ટૂડિયોમાં ગણપતિ ઉત્સવ મનાવવાની શરૂઆત થઇ હતી અને હવે એમની પાસે એટલી મોટી પ્રોપર્ટી નથી જેની પર તેઓ ગણેશ ઉત્સવનું આયોજન એ પ્રકારે કરી શકે. 

રણધીર કપૂરે એક મીડિયાને જણાવ્યું છે કે, 'એ અમારા માટે છેલ્લું ગણેશ ચતુર્થી સેલિબ્રેશન હતું. આરકે સ્ટૂડિયો જ નથી રહ્યો...તો ક્યાં કરીશું? પપ્પાએ 70 વર્ષ પહેલા આ પરંપરા શરૂ કરી હતી અને તે ગણેશને ખૂબ પ્રેમ પણ કરતા હતા, હવે અમારી પાસે જગ્યા નથી તો અમે આરકે સ્ટૂડિયો જેવું સેલિબ્રેશન ક્યાં કરીશું. અમે બપ્પાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને અમારી એમના પર શ્રદ્ધા પણ છે. પરંતુ મને લાગે છે કે અમે આ પરંપરાને ચાલુ રાખી શકીશું નહીં.

આરકે સ્ટૂડિયોમાં ગણેશ ચતુર્થી સેલિબ્રેશન અને હોળીનો જશ્ન ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આરકે સ્ટૂડિયોમાં ભયંકર આગથી ખૂબ નુકસાન થયું હતું. ત્યારબાદ એને વેચી દેવામાં આવ્યો. ગણેશ ચતુર્થી દરમિયાન આરકે સ્ટૂડિયોમાં પંડાલ લગાવવામાં આવતો હતો અને અહીંયા તમામ દિવસ લોકોની ભીડ રહેતી હતી. 

જણાવી દઇએ કે લગભગ 71 વર્ષ જૂની કપૂર ખાનદાનની આ પ્રોપર્ટી ગોદરેજ પ્રોપર્ટીઝે આ વર્ષે મે મહિનામાં ખરીદી લીધી હતી. રાજ કપૂરે લગભગ 70 વર્ષ પહેલા મુંબઇના ચેમ્બૂર વિસ્તારમાં આ વિરાસતની શરૂઆત કરી હતી. આરકે સ્ટૂડિયો 1948માં બનીને તૈયાર થયો હતો. 70 અને 80 દશકમાં આ સ્ટૂડિયોએ હિન્દી ફિલ્મ સિનેમાને લઇને બ્લોકબસ્ટર ફિલ્મો પણ આપી છે. એ દરમિયાન આ સ્ટૂડિયોને ફિલ્મ શૂટ માટે ટૉપ શૂટિંગ લોકેશનમાં ગણવામાં આવતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ