બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana wants to make a film on this incident during the Godhra scandal, said someone was ready because I told the BJP...

મનોરંજન / ગોધરા કાંડ દરમિયાનની આ ઘટના પર ફિલ્મ બનાવવા માંગે છે કંગના, કહ્યું કોઈ તૈયાર જ થયું કારણ કે હું ભાજપને...

Megha

Last Updated: 02:41 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતે હાલ જ બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવાની ઈચ્છા જાહેર કરી હતી. સાથે જ એમ પણ કહ્યું કે આ ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ તૈયાર છે પણ કોઈ ઓટીટી પ્લેટફોર્મ ફિલ્મને નથી દેખાડવા માંગતી.

  • કંગના રનૌત તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.
  • કંગનાએ બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવાની ઈચ્છા જાહેર કરી. 
  • કહ્યું, કોઈ ઓટીટી પ્લેટફોર્મ આ ફિલ્મને નથી દેખાડવા માંગતી

બૉલીવુડની ક્વીન કહેવાતી કંગના રનૌત તેની ફિલ્મ અથવા તો તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે કંગના ફરી એક વખત હેડલાઇન્સમાં છે. કંગનાએ હાલ જ બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવાની ઈચ્છા જાહેર કરી હતી. સાથે જ કંગનાએ એમ પણ કહ્યું કે આ ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ તૈયાર છે પણ કોઈ ઓટીટી પ્લેટફોર્મ આ ફિલ્મને નથી દેખાડવા માંગતી. 

કંગનાએ આ વાત ટ્વિટ કરીને જણાવી હતી અને હાલ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.  વાત એમ છે કે સોશિયલ મીડિયા પર કંગનાને એક ચાહકે પૂછ્યું હતું કે શું તેણીને એક દમદાર ફિલ્મ સાથે બિલકિસ બાનોની વાર્તા કહેવામાં રસ છે. તમે વિશ્વને બતાવવામાં સમર્થ હશો કે કેવી રીતે રાજ્ય સરકારે કોઈ ચોક્કસ સમુદાય પર આતંક ફેલાવવા માટે આતંકવાદી સંગઠન સાથે સહયોગ કર્યો.

આ વાત પર કંગનાએ કહ્યું કે તેને ફિલ્મની રિલીઝ માટે સ્ટુડિયો અને OTT તરફથી સપોર્ટ નથી મળી રહ્યો. આ ટ્વીટને રીટ્વીટ કરતા તેણે લખ્યું - “હું તેના પર ફિલ્મ બનાવવા માંગુ છું, મારી પાસે સ્ક્રિપ્ટ તૈયાર છે, મેં તેના પર ત્રણ વર્ષથી રિસર્ચ કર્યું છે અને કામ કર્યું છે… પરંતુ Netflix, Amazonએ મને લખ્યું કે તેઓ કહેવાતી રાજકીય રીતે પ્રેરિત ફિલ્મો કરવા માંગતા નથી. જિયો સિનેમાએ કહ્યું કે અમે કંગના સાથે કામ નથી કરતા કારણ કે તે ભાજપને સમર્થન કરે છે અને ઝી મર્જરમાંથી પસાર થઈ રહી છે તો મારી પાસે શું વિકલ્પો છે?

વધુ વાંચો: સાઉથના આ સુપરસ્ટારની બોલિવૂડના લોકો ઉડાવતા હતા મજાક, કહ્યું હું પાર્ટીમાં ચંપલ પહેરીને જતો ત્યારે...

બિલકિસ બાનોના કેસ વિશે વાત કરીએ તો વર્ષ 2002માં દંગામાં બિલકિસ બાનો નામની મહિલા સાથે ગેંગરેપ થયો હતો અને તેના પરિવારના 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ પછી દોષિતોને મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 2008માં આ કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ગુજરાત સરકારે 2022માં સ્વતંત્રતા દિવસના અવસરે આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે 11 બળાત્કારના દોષિતોની સજા માફ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ