બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut bows to shah rukh khan calls actor cinema god

મનોરંજન / 'જવાન' જોઇ ગદગદ થઇ કંગના રનૌત, પોસ્ટ શેર કરીને કહ્યું 'SRKની ભારતને જરૂર છે'

Arohi

Last Updated: 12:31 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut Reaction After Watching Jawan: શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે અને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે.

  • સિનેમાઘરોમાં રિલીઝ થઈ ફિલ્મ જવાન 
  • બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન 
  • 'જવાન' જોઇ ગદગદ થઇ કંગના રનૌત  

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ અભિનીત 'જવાન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે અને અત્યાર સુધીની સૌથી મોટી બોલિવુડ ઓપનર બનીને બોક્સ ઓફિસ પર દરેક રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. 

એડવાન્સ ટિકિટ બુકિંગના મામલામાં પહેલા જ જવાને શાહરૂખની છેલ્લી રિલીઝ 'પઠાણ'ને પછાળ છોડી દીધી છે. રિલીઝ પહેલા જ જવાનની 14 લાખથી વધારે ટિકિટ વેચાઈ ચુકી હતી અને દર્શકોની વચ્ચે જવાન ફિલ્મ જોવાની ઉત્સુકતા છે. દરેક થિએટર્સમાં હાઉસફુલના બોર્ડ છે. જવાનને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. 

કંગનાએ ફિલ્મ જોઈ આપ્યું આવું રિએક્શન 
ઘણા સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની ફિલ્મના વખાણ કર્યા છે અને તેને બેસ્ટ બોલિવુડ મસાલા ફિલ્મનો એવોર્ડ આપ્યો છે. હવે 'પંગા ક્વીન' કંગના રનૌતે પણ શાહરૂખ ખાનની જવાન જોઈ લીધી છે. 

જેના પર તેણે પોતાનું રિએક્શન પણ આપ્યું છે. કંગનાને શાહરૂખની હાલની રિલીઝ ફિલ્મ એટલી પસંદ આપી છે કે તેણે કિંગ ખાનના ખૂબ વખાણ કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. 

કંગનાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 
કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું- "90ના દશકના અલ્ટીમેટ લવર બોય બન્યા, પછી લાંબા સમય સુધી સ્ટ્રગલ કરી. ચાલીસની ઉંમરથી લઈને 50 સુધી પોતાની ઓડિયન્સ સાથે ફરી કનેક્શન કરવાનો પ્રયત્ન કર્યો અને હવે પોતાની 60ની ઉંમરમાં સૌથી માસ સુપર હીરો બનીને આગળ આવ્યા છે."

કંગનાએ આગળ લખ્યું, "રિયલ લાઈફ સુપર હીરો. મને તે સમય યાદ છે જ્યારે લોકોએ તેમને નજર અંદાજ કરી દીધા હતા અને તેમની પસંદનો મજાક ઉડાવ્યો હતો. પરંતુ તેમનો સંઘર્ષ તે બધા કલાકારો માટે એક માસ્ટર ક્લાસ છે. જે લાંબા કરિયરનો આનંદ લઈ રહ્યા છે. પરંતુ તેમને ફરીથી દર્શકોની સાથે કનેક્શન રાખવું જરૂરી છે."

કંગનાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું- "શાહરૂખ ખાન સિનેમાના ભગવાન છે જેમની ભારતને જરૂર છે. પરંતુ ફક્ત હગ કે ડિમ્પલ માટે નહીં પરંતુ દુનિયાને બચાવવા માટે પણ જરૂર છે. તમારી લગન, મહેન અને વિનમ્રતાને નમન કિંગ ખાન."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ