બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Kangana got angry at Karan Johar A cartoon called Ranveer Singh

વિરોધ / કરણ જોહરને શરમ આવવી જોઈએ: હવે શું થયું કે ભડકી ઉઠી કંગના? રણવીર સિંહને ગણાવ્યો કાર્ટૂન

Kishor

Last Updated: 06:10 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ જોહર પર વધુ એક વખત ગુસ્સે થઇ કંગનાએ કહ્યું કે ઓડિયન્સ હવે વધુ સમય સુધી મૂર્ખ ન બની શકે. લોકોને ક્રિએટીવલી પુર ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે.

  • નિવેદનબાજીને લઇને ચર્ચામાં રહે છે બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત
  • કરણ જોહર પર વધુ એક વખત ગુસ્સે પણ થઇ ગઇ
  • રણવીર સિંહને લઇને પણ કોમેન્ટ કરી

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત અવાર નવાર પોતાના નિવેદનબાજીને લઇને ચર્ચામાં રહે છે. એ ક્યારેક આલિયા ભટ્ટ, તો ક્યારેક રણબીર કપૂર તો ક્યારેક કરણ જોહર પર નિશાન સાધતી રહે છે. તે કરણ જોહર પર વધુ એક વખત ગુસ્સે પણ થઇ ગઇ હતી. જો કે આ વખતે તેણીએ રણવીર સિંહને લઇને પણ કોમેન્ટ કરી છે અને તેને કાર્ટુન કહી દીધો છે, આ વાતને લઇને તે ફરી ચર્ચામાં આવી ગઇ છે.

Kangana Ranaut Instagram Post

ફિલ્મ આશા પ્રમાણે હિટ ગઇ નથી

28 જુલાઇએ આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાની થિએટર્સમાં રીલીઝ થઇ છે. આ ફિલ્મને કરણ જોહરે ડિરેક્ટ કરી છે. ટ્રેન એનાલિસ્ટ ગિરીશ જોહરે પોતાના ટ્વીટર હેન્ડલની મદદથી શનિવારે સવારે એક પોસ્ટ કરી અને લખ્યું કે રોકી અને રાનીની પ્રેમ કહાની અને બ્રો, શુક્રવારે રીલિઝ થયેલી આ ફિલ્મ આશા પ્રમાણે હિટ ગઇ નથી.

કંગનાએ શું કહ્યું  ?

ગિરીશના પોસ્ટને ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી કંગનાએ કહ્યું કે ઓડિયન્સ હવે વધુ સમય સુધી મૂર્ખ ન બની શકે. લોકોને ક્રિએટીવલી પુર ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે. અસલ જીવનમાં આવા કપડા કોણ પહેરે છે અને દિલ્હીમાં આવું ઘર ક્યાં છે ? શું બકવાસ છે. પોતાને વિન્ટેજની કોપી કરવા માટે શરમ આવવી જોઇએ કરણ જોહર. કંગનાએ ફિલ્મને મુર્ખતા ગણાવી અને કહ્યું કે આના પર કોઇ કેવી રીતે 250 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આ ફિલ્મ સાસુ-વહુવાળી ડેઇલી શોપ ગણાવી. એક જ પ્રકારની ફિલ્મને 9મી વખત બનાવવા માટે શરમ આવવી જોઇએ કરણ જોહર. કંગનાએ વધુમાં કહ્યું કે તે રણવીર સિંહને સલાહ આપે છે કે તેણે કરણ જોહર અને તેના ડ્રેસિંગ સેંસથી ઇંફ્લુએન્સ હોવાનું બંધ કરવું જોઇએ અને નોર્મલ વ્યક્તિ ધરમજી અને વિનોદ ખન્નાની જેમ કપડાં પહેરવા જોઇએ. કંગનાએ કહ્યું કે ભારતીય લોકો કાર્ટુન જેવા દેખાતા વ્યક્તિને ન ઓળખી શકે જે પોતાને હિરો કહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ