બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Kamurta these vaidik or shashtriya things can be done during kamurta

ધર્મ / કમૂરતામાં પણ થઈ શકે છે આટલા સારા કામ, નહીં આવે કોઈ અડચણ

Megha

Last Updated: 11:43 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સામાન્ય માન્યતા એવી છે કે કમૂરતામાં કોઈ પણ સારા કામ ન થઈ શકે. પરંતુ, કમૂરતામાં કેટલાક સારા કર્યો કરવાની શાસ્ત્રોમાં પણ છૂટ પણ આપવામાં આવી છે.

  • કમૂરતામાં કેટલાક સારા કાર્યો કરવાનો બાધ નથી.
  • NRI લોકો કમૂરતામાં લગ્ન કરી લે છે.
  • શું કમૂરતામાં સારા કાર્યો કરવાથી પરિણામ વિપરિત મળે?

કમૂરતા ચાલી રહ્યા છે, અને આપણા સૌના મનમાં એક સામાન્ય માન્યતા એવી છે કે કમૂરતામાં કોઈ પણ સારા કામ ન થઈ શકે. પરંતુ જો આપની આસપાસ કોઈ NRI રહેતું હશે, તો તમે તેમને કમૂરતામાં લગ્ન કરતા જોયા જ હશે. હવે, આવામાં સવાલ એ છે કે જો શાસ્ત્રોમાં કમૂરતામાં સારા કાર્યો કરવાની ના પાડવામાં આવી છે, તો આ લોકો લગ્ન કરે છે કેવી રીતે?

કમૂરતામાં લગ્ન થાય કે નહીં? | Janva Jevu | VTV Gujarati - YouTube

તો આ સર્વસામાન્ય પ્રશ્નનો જવાબ મેળવવા માટે અમારી ટીમે જાણીતા શાસ્ત્રી જી ધર્મશભાઈ દવે સાથે વાતચીત કરી. શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ દવે 20 કરતા વધુ વર્ષથી કર્મકાંડ ક્ષેત્રે સક્રિય છે. તેમના કહેવા પ્રમાણે શાસ્ત્રોમાં તો કમૂરતા દરમિયાન કેટલાક શુભ કાર્યો કરવાની ના જ પાડવામાં આવી છે. પરંતુ, કમૂરતામાં કેટલાક સારા કર્યો કરવાની શાસ્ત્રોમાં પણ છૂટ અપાઈ છે. 

જેમ કે તમને જો કોઈ ગ્રહ નડતા હોય, નક્ષત્ર દોષ હોય, તો તેની શાંતિ માટેના હોમ હવન, પૂજા પાઠ કમૂરતા દરમિયાન કરી શકાય છે. જો કોઈ યુવક-યુવતીની કુંડળીમાં બે વિવાહ યોગ હોય, તો યુવતીના કુંભ વિવાહ અને યુવકના અર્ક વિવાહ પણ કમૂરતામાં કરી શકાય છે. આ ઉપરાંત માતાજી માટે થતા હવન પણ કમૂરતા દરમિયાન કરી શકાય છે.     

તો પછી NRI લોકો લગ્ન કેમ કમૂરતામાં કરે છે? તમારા મનમાં ચાલતો આ સવાલ અમે પણ શાસ્ત્રીજીને પૂછ્યો. તો તેમનું કહેવું છે કે NRI લોકોને વિદેશમાં ક્રિસમસનું વેકેશન હોય છે, તેથી તેમને થોડા સમયમાં મહત્વના કાર્યો પૂર્ણ કરવાના હોય છે. એટલે તેમના માટે વિકલ્પ નથી હોતો. આવી સ્થિતિમાં સારો દિવસ, સારું નક્ષત્ર અને સારું ચોઘડિયું જોઈને લગ્ન ગોઠવી શકાતા હોય છે. તેનાથી લગ્ન જીવનમાં કે જાતકના જીવનમાં કોઈ અડચણો આવતી નથી.

Kamurta: Weddings will start from April 17

શાસ્ત્રીજી ધર્મેશભાઈનું કહેવું છે કે જો સારા મનથી, સારી ઈચ્છાશક્તિથી કોઈ પણ કાર્ય કરીએ, તો તેના પરિણામ હંમેશા શુભ જ આવે છે. એટલે હંમેશા માનસ પવિત્ર અને શુભ રાખવું.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ