બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Junk food can be dangerous for childrens eyes

ચેતી જજો / જંક ફૂડ ખાવાથી બાળકોને થઈ શકે છે ગંભીર બીમારી, જઈ શકે છે આંખોનું તેજ

Vaidehi

Last Updated: 07:22 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા બાળકો સતત જંક ફૂડ ખાતા હોય તો હવે ચેતી જવાનો સમય આવી ગયો છે કારણકે આવું કરવાથી નાના બાળકોની આંખો પર ગંભીર અસર થઈ શકે છે.

  • જંક ફૂડનાં સતત સેવનની બાળકો પર ગંભીર અસર
  • પોષણતત્વો વગરનાં આહારનું સતત સેવન હાનિકારક
  • બાળકોનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે

બાળકો ખાવાનાં મામલામાં ઘણાં ચૂઝી હોય છે. તેઓ બહારનાં જંકૂડ અને પેકેજ્ડ ફુડ જમવાનું વધુ પસંદ કરાં હોય છે. પણ જો સતત આ પ્રકારનું જમવાનું બાળકો જમે છે તો તેના લીધે બાળકનાં શરીરમાં વિટામિન્સની ઊણપ થવા લાગે છે. વિટામિન-એ એક જરૂરી વિટામિન છે જે શરીર પોતે નથી બનાવી શકતું. તેથી બાળકોનાં ફૂડમાં વિટામિન એ સામેલ હોય તે ખૂબ જરૂરી છે. પણ જંક ફૂડમાં આ વિટામિન નથી હોતો. તેના લીધે બાળકોને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

એક્સપર્ટસ્ કહે છે કે આજકાલ બાળકોમાં વિટામિન એની વધી રહેલી ઊણપને લીધે બાળકોની આંખો પર અસર થાય છે. બાળકોની નજર કમજોર થવા પણ લાગે છે.

વિટામિન Aની કમીનાં લક્ષણો

  • બાળકોને રાત્રે ઓછું દેખાવા લાગે છે
  • આંખોની રોશની ઘટવા લાગે છે
  • આંખોમાં સોજો અથવા ડ્રાયનેસ વધે છે

આવી રીતે વિટામિન Aની કમી દૂર કરો

  • બાળપણથી જ પેરેંટ્સે બાળકોનાં આહારને લઈને સાવચેત રહેવું જોઈએ અને પૌષ્ટિક આહાર જમાડવું જોઈએ.
  • વિટામિન એની કમીને રોકવા માટે લીલાપાનવાળા શાકભાજી, પીળા અને નારંગી ફળ જેવા કે પપૈયું, સંતરા, ગાજર વગેરે ખાવા જોઈએ.
  • દૂધ, દહીં, એગ, ચિનક, કેટલાક પ્રકારની માછલીઓ જેવી કે સેલ્મન, અનાજ, ચોખા, ઘઉં, સોયાબિન વગેરેનાં સેવનથી પણ VITAMIN Aની કમી દૂર કરી શકાય છે.

વધુ વાંચો: ફ્રિજમાં ગૂંથેલો લોટ મૂકવામાં 99 ટકા લોકો કરે છે ભૂલ, સાચી રીત જાણી લેજો, ફાયદામાં રહેશો 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ